લાલપુરમાં રાત્રીના સમયે થયેલા ભેદી ધડાકાના કારણે મકાન ધરાશાયી થયું હતું. જો કે વિધવા અને તેમના ત્રણ બાળકો રાત્રીના સમયે ઘરની બહાર નીકળી જતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી ગઈ હતી. તો મહિલાને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
લાલપુરમાં ગત તા. 2ના રોજ રાત્રીના 1.30 વાગ્યાની આસપાસ ભેદી ધડાકાઓ થતા મકાનો ધ્રુજી ઉઠ્યાં હતાં. હુશેનીચોકમાં રહેતી વિધવા બહેનનું જૂનવાણી મકાનમાં નળીયા પડી ગયા હતાં. જેથી તેને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘડાકા બાદ ઘરમાં રહેલી બે પુત્રીઓ અને પુત્રને લઈને તે તાત્કાલીક ઘરની બહાર નીકળી ગયાં હતા. જેવા ઘરની બહાર નીકળ્યાં અને કાચુ મકાન ક્ષણવારમાં જ ધરાશાયી થયું હતું. પરિવાર ઘરની બહાર નીકળી જતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી ગઈ હતી. જ્યારે બાજુના મકાનમાં સુતેલા સાસુ રાભીયાબેન છાટબાર સહિતનો પરિવાર ઉઠી જઈ ઘરની બહાર નીકળી આવ્યાં હતાં.

