HomeNationalપાકિસ્તાની હેકર્સના નિશાને ભારતીય સેના, સોશયલ મીડિયા એકાઉન્ટ પર ટારગેટ

પાકિસ્તાની હેકર્સના નિશાને ભારતીય સેના, સોશયલ મીડિયા એકાઉન્ટ પર ટારગેટ

પાકિસ્તાનના હેકર્સ ભારતીય સેનાના અધિકારીઓને નિશાનબનાવી રહ્યાં છે. હેકર એમએસ ઓફિસ અને પીડીએફ ફાઈલ ચોરી કરવા માટે નવા ટુલ્સનો ઉપયોગ કરીર રહ્યાં છે. એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે અધિકારીઓના ગુગલ, ટ્વિટર અને ફેસબુક ક્રેડેંશિયલ્સ ચોરવાની કોશિશ પણ કરવામાં આવી રહી છે. હેકિંગ કરનારા ગ્રુપનું નામ APT જણાવવામાં આવી રહ્યું છે. તેને સાઈડકોપીના નામથી પણ જાણવામાં આવે છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

હેકિંગના આ મામલાની તપાસ કરનારા હુસૈન જાજીએ જણાવ્યું છે કે, સાઈડકોપી હેકિંગ માટે યુઝરને કોઈ ફાઈલ મોકલે છે તો તેની અંદર એક છુપાયેલી ફાઈલ પણ હોય છે. તે યુઝરની સિસ્ટમને હેક કરીર લે છે. આ ફાઈલોને ભારતની સાથે જ અફઘાનિસ્તાનના સરકારી અને સૈન્ય અધિકારીઓને ટારગેટ કરવા માટે તૈયાર કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિની સુરક્ષામાં તૈનાત અધિકારીઓની સાથે તેમજ ત્યાંના વિદેશ મંત્રાલય અને નાણાકીય મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેના સોશયલ મીડિયા પાસવર્ડ પ્રોટેક્ટેટ દસ્તાવેજો ચોરી કરી લેવામાં આવ્યાં છે. રિપોર્ટ પ્રમાણે હેકિંગ વિશે જાણકારી મળતાની સાથે ફેસબુકે આ શંકાસ્પદ ગતિવિધિઓને બ્લોક કરી દીધી છે.

સોશયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ, લોકોના નામ, નંબર અને ઈમેઈલ આઈડી, અફઘગાની સરકારની વેબસાઈટ્સમાંથી ઓળખપત્ર, રાજનીતિ વિઝા, સંપત્તિ વિશેની તમામ માહિતીની જાણકારી રિસર્ચરે આ દસ્તાવેજોના માધ્યમથી ભવિષ્યમાં લોકોને બ્લેકમેઈલ કરવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

હેકર ડેટા ચોરી કરવા માટે ઓટો સ્ટીલર નામના ટુલનો ઉપયોગ કરે છે. તે એમએસ ઓફિસની ફાઈલ્સ, પીડીએફના દસ્તાવેજો અને ટેક્સ્ટ ફાઈલ્સનો ફોટો લઈને હેકર સુધી પહોંચાડે છે. આ પહેલી વખત નથી કે જ્યારે સાઈડકોપી એપીટીના માધ્યમથી હેકિંગનો પહેલો કેસ સામે આવ્યો હોય. સપ્ટેમ્બર 2020માં સાઈબર સુરાક્ષા પેઢી ક્વિક હિલે સંવેદનશીલ ડેટા ચોરવા માટે આ ગ્રુપ વિશે ખુલાસો કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW