HomeGujaratરાજકોટ યાર્ડમાં પાટીલના ખાસ જયેશ બોધરા ચેરમેન, સિનિયરોમાં નારાજગી

રાજકોટ યાર્ડમાં પાટીલના ખાસ જયેશ બોધરા ચેરમેન, સિનિયરોમાં નારાજગી

સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડ તરીકે જાણીતા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.નવા ચેરમેન સી.આર પાટીલના નજીક માનવામાં આવતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાના નજીક જયેશ બોધરના નામ પર મંજૂરી પર મહોર મારી છે તો વાઇસ ચેરમેન તરીકે વસંત ગઢીયાની નિમણુંક કરી છે.

પાટીલે કાર્યકરો સાથે વહાલા દવલાની નીતિ નહિ રાખવામા આવે તેવા દાવા કર્યા હતા પરંતુ રાજકોટ યાર્ડના હોદેદારોમાં આ દાવો ખોટો સાબિત થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.ભાજપ પ્રદેશ પ્રમુખે બનાવેલ નિયમનું ખુદ ભાજપના નેતાઓ જ પાલન ન કરતા હોય તેવું સામે આવ્યું છે.એડવોકેટ જયેશ બોધરા એડવોકેટ છે જયારે તેમના પત્ની રામપર ગામના સરપંચ છે.

રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી ઓક્ટોબર મહિનામાં પૂર્ણ થઇ હતી. જેના દોઢ મહિના બાદ આજે યાર્ડને નવા સુકાની મળ્યા છે. આ અંગે ભાજપે ગોંડલ યાર્ડમાં સેન્સ પણ લીધી હતી. તેમાં જે નામ સૂચવવામાં આવ્યા હતા તે નામની યાદી પ્રદેશ કક્ષાએ મોકલી દેવાઈ હતી. મોડી રાત સુધી સ્થાનિક સહકારી જગતથી લઈને ગાંધીનગર સુધી આ અંગે બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. અંતે પ્રદેશમાંથી આવેલા બે નામો જયેશ બોઘરાને ચેરમેન અને વસંત ગઢીયાને વાઇસ ચેરમેન બનાવાયા છે.

RAJKOT : પૂર્વમંત્રી જયેશ રાદડિયાએ યાર્ડની સત્તા યુવા નેતા જયેશ બોઘરાને  સોંપી, સિનીયરોમાં સોંપો | RAJKOT: Former Minister Jayesh Radadia hands over  power of yard to young leader ...

છેલ્લી ઘડી સુધીના દાવેદર સાવલિયાનું નામ કપાયું

યાર્ડના ચેરમેન તરીકે પરસોતમ સાવલિયાનું નામ સોંપવામાં આવ્યું હતું અને છેલ્લી ઘડી સુધી તેનું નામ આગળ હતું જોકે સાવલિયાના ચેરમેન બનાવથી એક જૂથ નારાજ થવાની સંભાવનાને પગલે પણ સાવલિયાનું નામ યાર્ડના ચેરમેન પદથી હટયું હોવાનું સામે આવ્યું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW