HomeGujaratદેશમાં સૌથી ઓછી બેરોજગારી દર 3.8 ટકા ગુજરાતમાં નોંધાયો, નેશનલ સ્ટેટિકલ ઓફિસના...

દેશમાં સૌથી ઓછી બેરોજગારી દર 3.8 ટકા ગુજરાતમાં નોંધાયો, નેશનલ સ્ટેટિકલ ઓફિસના પીરિયોડિક લેબર ફોર્સનો સર્વે

અમદાવાદ, શુક્રવાર

  નેશનલ સ્ટેટિકલ ઓફિસના પીરિયોડિક લેબર ફોર્સનો સર્વે સામે આવ્યો ‌છે.દેશમાં સૌથી ઓછી બેરોજગારી ગુજરાતમાં છે.ડિસેમ્બર 2020 ક્વાર્ટર કરતાં 0.2 ટકા ઘટીને જાન્યુઆરી-માર્ચ 2021 સમયગાળામાં 3.8 ટકા નોંધાયો છે.ગુજરાતમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં બેરોજગારી દર 3.8 ટકા નોંધાયો છે. જે આ પહેલાના ક્વાર્ટરમાં 4.0 ટકા હતો. એક વર્ષ પહેલા જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આ દર 3.6 ટકા રહ્યો હતો.

  છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી વધુ બેરોજગારી એપ્રિલ-જૂન 2020 ક્વાર્ટર એટલે કે કોરોનાની બીજી લહેર દરમિયાન 10.3 ટકા નોંધાઈ હતી. દેશમાં બેરોજગારી દર 9.3 ટકા નોંધાયો છે જે એક વર્ષ પહેલાના સમયગાળામાં 9.1 ટકા હતો. એક ક્વાર્ટર પહેલાની તુલનામાં 1 ટકા ઘટી છે. ડિસેમ્બર 2020 અંતિત ક્વાર્ટરમાં તે 10.3 ટકા હતી. છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી વધુ બેરોજગારી 20.8 ટકા કોરોનાની બીજી લહેર દરમિયાન જોવા મળી હતી.દેશમાં સૌથી વધુ બેરોજગારીનું પ્રમાણ જમ્મુ-કાશ્મીર અને લદાખમાં કેન્દ્રશાસિત પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ બેરોજગારી વધીને 14.3 ટકા થતા તે બીજા નંબરે આવ્યું છે. કોરોનાની બીજી લહેરની સૌથી લાંબી અસર જોવા મળી એવા કેરળમાં પણ બેરોજગારી થોડી ઘટી છે અને 14.2 ટકા થતાં તે ત્રીજા સ્થાને છે. ત્યારબાદ ચોથા સ્થાને ઓડિશા 13.7 ટકા અને પાંચમા સ્થાને રાજસ્થાન 12.6 ટકા સાથે આવે છે.મહિલાઓમાં 5.6 ટકા બેરોજગારી નોંધાઈ છે જે અગાઉના ક્વાર્ટરમાં 3.6 ટકા હતી. જેની સામે પુરુષોમાં 3.3 ટકા નોંધાઈ છે જે ડિસેમ્બરના છેલ્લા ક્વાર્ટરમાં 4.1 ટકા હતી. આમ પુરુષોમાં બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW