મુંબઈ, ગુરુવાર
અભિનેતા ટોમ હોલેન્ડ સ્ટારર સ્પાઈડર મેનઃ નો વે હોમની આખી દુનિયામાં ચાહકો રાહ જોઈ રહ્યા છે.પરંતુ આ રાહ વચ્ચે ભારતીયોની ખુશી બમણી થઈ ગઈ છે. સ્પાઈડરમેનમાં વેનોમ 2 ની ઝલક જોયા બાદ ભારતીય ચાહકો વધુ ઉત્સાહિત છે.
ક્રિસમસની ભેટ તરીકે, નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટમાં મોટા ફેરફારો કર્યા છે અને હવે, ફિલ્મ યુએસના એક દિવસ પહેલા એટલે કે 16 ડિસેમ્બરે ભારતીય સિનેમાઘરોમાં આવશે. સોની પિક્ચર્સ ઈન્ડિયાએ ટ્વિટ કર્યું, “સ્પાઈડર મેન અને માર્વેલના તમામ ચાહકો માટે અમારી પાસે કેટલાક રોમાંચક સમાચાર છે! આપણા સુપરહીરો અમેરિકાના એક દિવસ પહેલા ભારતમાં જોવા મળશે! અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં 16મી ડિસેમ્બરે #SpiderManNoWayHome જુઓ. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ભારતમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.જોન વોટ્સ અભિનીત એક ફિલ્મ ક્રિસ મેકકેના અને એરિક સોમર્સ દ્વારા લખવામાં આવી છે અને કેવિન ફીગે અને એમી પાસ્કલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ સ્ટેન લી અને સ્ટીવ ડીટકોની માર્વેલ કોમિક બુક પર આધારિત છે.

