HomeNationalરૂ.20 લાખ રોકડા અને ક્રેટા કાર સાથે પોલીસે ATM ચોરને છોડી મૂક્યા,પછી...

રૂ.20 લાખ રોકડા અને ક્રેટા કાર સાથે પોલીસે ATM ચોરને છોડી મૂક્યા,પછી…

દિલ્હી નજીક આવેલા નોઈડામાં પોલીસ પર આરોપ છે કે તેઓ રૂ.20 લાખ રોકડા અને ક્રેટા વાહન લઈને આરોપીઓને છોડીને જતા રહ્યા છે. ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી સામે આ કેસમાં યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. એમની સાથે એક પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે તાત્કાલિક પગલાં લેતા, પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મંગળવારે પોલીસ કમિશનરે નોઈડા ક્રાઈમ બ્રાન્ચના એક ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને સસ્પેંડ કરી દેતા મામલો સમગ્ર સિટીમાં ચર્ચામાં રહ્યો છે. ATM ચોરોની ટોળકી પાસેથી કાર અને 20 લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં આ પોલીસ કર્મચારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગાઝિયાબાદ પોલીસે કરેલી પૂછપરછમાં ગેંગના સભ્યોએ નોઈડા પોલીસની લેવડ-દેવડનો ખુલાસો કર્યો હતો. જેના પરથી આવા આરોપ સામે આવતા તપાસ ચાલું કરવામાં આવી હતી. નોઈડાના ગૌતમબુદ્ધનગર પોલીસ કમિશનર આલોકકુમાર સિંહે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારી સાવેજ ખાન સાથે કોન્સ્ટેબલ અમરીશ યાદવને સસ્પેંડ કરી દીધા છે. આ બંને અને તેમની ટીમ પર ATM લૂંટકાંડના આરોપીને રૂ.20 લાખ રોકડા અને ક્રેટા સાથે છોડી દેવાનો આરોપ પુરવાર થયો છે. ગત સોમવારે ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સાથેની પૂછપરછમાં ગૅંગે આ વાતનો ખુલાસો કર્યો હતો. પોલીસ કમિશનરે આ વાતની જાણ થતા જ યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાંથી બે પોલીસ કર્મચારીઓ દોષિત હોવાનું સામે આવ્યું હતું. જેની સામે કડક પગલાં લઈને ઈન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને યુદ્ધના ધોરણે સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે એમની ટીમના બીજા સભ્યોને પણ નોટીસ ફટકારી છે. ગત સોમવારે ગાઝિયાબાદમાં આવેલા ઈન્દિરાપુરમ પોલીસ ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટીમે એક સંયુક્ત ઑપરેશન કરી ATM હેક કરી પૈસા ખંખેરતી ટોળકીને પકડી પાડી હતી. જેમાં કુલ પાંચ શખ્સો હતા. એમના વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે પૂછપરછ ચાલું હતી. એ સમયે હેકર ટુકડી સાથે સીસીટીમાં કેદ થયેલી ક્રેટા કાર અંગે પૂછવામાં આવ્યું ત્યારે શખ્સોએ કહ્યું કે, એ કાર તો નોઈડા પોલીસની SOG ટીમ પાસે છે.

Police Stations in Noida | Gautam Buddh Nagar Police Station

ત્રમ મહિના પહેલા જ આ ટીમે એમને નોઈડથી પકડી પાડ્યા હતા. એ સમયે એમની પાસે રૂ.10 લાખ રોકડા હતા. જે ટીમે લઈ લીધા હતા. પછી વધુ રૂ.10 લાખ લેવા માટે ટીમ એમના ઘરે તપાસ હેતું પહોંચી હતી. પછી ટીમ ત્યાંથી રૂ.10 લાખ અને એક ક્રેટા કાર પણ પોતાની સાથી લઈ આવી. આ મામલે ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનના અધિકારીએ શખ્સોના ઘરે જઈને ત્યાંથી ટીમ ક્રેટા કાર લઈ જઈ રહી છે એવા ફૂટેજ પણ મેળવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો રીપોર્ટ તૈયાર કરી ડીજીપી ઓફિસમાં મોકલાયો હતો. પછી આ નિર્ણય કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW