HomeGujaratઆજે રાજ્યના આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ : પ્રતિબંધ હટાવવા કે...

આજે રાજ્યના આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ : પ્રતિબંધ હટાવવા કે નહીં, સરકાર મૂંઝવણમાં

ગાંધીનગર,મંગળવાર

   નવા ઓમિક્રોન વેરિયન્ટે દેખા દેતાં સમગ્ર વિશ્વ ચિતાતુર બન્યુ છે .ગુજરાતમાં કોરોનાના કેસો નહિવત છે છતાંય નવા વેરિયન્ટને લઇને રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો ઉઠાવવા કે પછી યથાવત રાખવા તે અંગે સરકારે વિચારણા હાથ ધરી છે. બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણી અને વાઈબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે પ્રતિબંધો હટાવવા મુદ્દે સરકાર મૂંઝવણમાં મુકાઈ છે.આજે રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર હવે શુ નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાઇ છે.જોકે, પંચાયતોની ચૂંટણીને પગલે સરકાર તો તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાના મતમાં જ છે.

   અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે.આવતીકાલે રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અિધક ગૃહ સચિવ રાજીવ ગુપ્તા વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવી લેવો કે પછી હજુય યથાવત રાખવો તે મુદ્દે ચર્ચા થઇ હતી.પંચાયતોની ચૂંટણીય જાહેર થઇ છે.આ સંજોગોમાં સરકાર જ પ્રતિબંધો ઉઠાવી લેવાના મતમાં છે. આ તરફ, ગુજરાત સ્ટેટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર કોરોનાના સભ્ય ડો.દિલિપ માવલંકરનું કહેવુ છેકે, ગુજરાતીઓએ હજુ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. પંદરેક દિવસમાં જ નવા વેરિયેન્ટને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આહનાના પ્રમુખ ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે, એર બુકિંગ અને રેલ્વે બુકિંગ વખતે રસીનું સર્ટીફિકેટ ફરજીયાત કરવુ જોઇએ. એટલું જ નહીં, આધાર કાર્ડ સાથે લિંક કરી દેવુ જોઇએ. બીજો ડોઝ જેણે નથી લીધો તે અંગે સઘન કામગીરી કરવી જોઇએ.

   હાલ અમદાવાદ એરપોર્ટ પર 12 દેશ સિવાય, અન્ય દેશમાંથી આવતા પાંચ ટકા પ્રવાસીઓનો રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે. જે વિનામૂલ્યે રહેશે જ્યારે નોટિફાઇડ કરાયેલા બહાર દેશોમાંથી આવતા પ્રવાસીઓનો કોવિડ ટેસ્ટ પ્રવાસીએ પોતાના ખર્ચે કરવવાનો રહેશે.જોકે, ચર્ચા એવી છેકે, ગુજરાત સરકાર હવે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉઠાવી લેશે. સાથે સાથે લગ્નમાં 400થી વધારીને 800 જણાંને મજૂરી આપવા વિચારી રહી છે. હવે જયારે નવા વેરિયન્ટની એન્ટ્રીને પગલે પ્રતિબંધ મુદ્દે સરકાર દ્વિધામાં મૂકાઇ છે. મંગળવારે નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW