રાજકોટમાં પ્રદ્યુમનપોલીસ મથકમાં રવિવારે રાત્રે એક પોલીસ કર્મીએ મહિલા કોન્સ્ટેબલ તેમજ અન્ય પોલીસ જવાનોને ગાળો ભાંડતાં મામલો બીચકાયો હતો અને જેમના પર કાયદો વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી છે તેઓએ ખુદ કાયદો હાથમાં લઈ મવાલીઓની માફક મારામારી પર ઉતરી આવ્યા હતા.જોકે અન્ય સમજદાર પોલીસ કર્મીઓ આડા પડી એક બીજાને છુટા પડાવી મામલો શાંત કરાવ્યો હતો.
રાજકોટ શહેરના પ્રદ્યુમન પોલીસ મથકમાં રવિવારે રાત્રે એક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં પોલીસ જવાન વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થતા બોલાચાલી થઈ હતી બોલાચાલી દરમિયાન એક પીળા રંગના ટીશર્ટ પહેરેલ પોલીસ કર્મીએ પિત્તો ગુમાવ્યો હતો.અને મહિલા કોન્સ્ટેબલને ગાળો ભાંડી હતી.આ દરમિયાન અન્ય પોલીસ કર્મીઓ તેમને સમજાવવા પહોંચતા કોન્સ્ટેબલે તેઓને પણ ગાળો ભાંડતાં મામલો વધુ બીચકાયો હતો.પોલીસ જવાનોએ ગાળો બોલતા શખ્સને જતા રહેવા જણાવ્યું હતું.જોકે હાથા પાઇ શરૂ કરી દેતા અન્ય પોલીસ કર્મીઓએ તેને ઢસડી પીએસઓ ચેમ્બર સુધી લાવ્યા હતા અને જે બાદ એક બીજા પર લાકડી અને ઘુસા વડે મારામારી શરૂ થઈ ગઈ હતી.
જે બાદ અન્ય પોલીસ કર્મચારીઓ વચ્ચે પડી તમામને છુટા પાડ્યા હતા.જોકે આ પોલીસ. કર્મી એક અધિકારીને ફોન કરી તેમના પર હુમલો થયાનું જણાવી હોસ્પિટલમાં દાખલ થવાની પણ ચીમકી આપી હતી.રાજકોટના પ્રદ્યુમન પોલીસમથકમાં બનેલી ઘટનાથી પોલીસ બેડામાં ચર્ચા જગાવી હતી.આગામી દિવસોમાં ઉચ્ચ અધિકારીઓ આ બાબતે આકરું વલણ અપનાવી દાખલો બેસાડશે કે સમાધાન કરાવી મામલો શાંત કરી દેશે તે જોવું રહ્યું

