સરકારી શાળામાં સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને વાલી શાળા ત્યજી દેવાનો આગ્રહ રહેતાં સરકારી સ્કુલોને તાળાં લાગે એ સ્થિતિનું નિર્માણ થયું છે.
રાજ્યમાં આવેલી સરકારી શાળા પૈકી 1700 થી વધુ સરકારી શાળાને તાળા લાગી ગયાં છે. સરકાર અને વહીવટીતંત્રને ગુજરાતી માધ્યમની જ શાળાઓ વધુ બંધ કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં 11775 બંધ શાળા પૈકી 1600 કરતા વધુ હાલ અમદાવાદની છે. જે બંધ કરવાની નોબત આવી છે. જેમાં પણ ગુજરાતી માધ્યમની શાળા વધુ હોવાનું તારણ સામે આવ્યું છે. એક બાજુ ગુજરાતની સરકારી શાળા તરફ વાલીને આકર્ષવાના પ્રયાસ રાજ્યસરકાર તરફથી કરવામાં આવ્યા છે. બીજીબાજુ વિદ્યાર્થોઓની સંખ્યાના અભાવે સરકારી શાળાને તાળાં લાગે એવી સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં ચાર વર્ષની તુલનામાં 1775 સરકારી શાળાને તાળાં લાગ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ ચિત્ર વધુ જોવા મળી રહ્યું છે.

