ગાંધીનગર,સોમવાર
વિધાનસભાની ચૂંટણી પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં 10 હજારથી ગ્રામ્ય વિસ્તારમાં સરપંયની ચૂટણી યોજશે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના બેનર હેઠળ આવતી નથી પરંતુ અમુક અંશે પંચાયતો પર રાજકીય કબજો મેળવવાના પ્રયત્ન કરવામાં આવશે છે કે કેમ, તે હવે જોવું રહ્યું.
આજથી એટલે કે 29 નવેમ્બરથી વિધીવત ચૂંટણી પ્રક્રિયાના શ્રી ગણેશ થશે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે. સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો ફોર્મ ભરવાનું પણ શરૂ કરશે. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થઈ જશે.વિધાનસભાની ચૂંટણી પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં 19 ડિસેમ્બરના રોજ 10 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચની ચૂંટણી યોજાશે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની કવાયત શરૂ કરવામાં આવી છે, આજથી ઉમેદવારોના ફોર્મ ભરવાનું શરૂ થશે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ થશે એટલું જ નહીં પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવાનું આજથી પ્રારંભ કરવામાં આવશે. જેમાં પંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના બેનર હેઠળ આવતી નથી તેમ છતાં પણ અનેક પક્ષો દ્વારા પાછલા બારણે હસ્તક્ષેપ કરીને પંચાયતો પર રાજકીય કબજો મેળવવાના પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાર મહિના બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી ગ્રામ વિસ્તારની ચૂંટણી મહત્વની સાબિત થશે.
19 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં બે કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 27 હજારથી વધુ મતદાન મથકો ઉપર 54387 મતપેટીઓ મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં EVMથી ઇલેક્શન થતું નથી. જેથી ગ્રામ્ય વિસ્તારોનો ઇલેક્શન બેલેટ પેપરથી કરવામાં આવશે.કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. મળેલી માહિતી પ્રમાણે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. તો આ વખતે રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે.તો રાજ્યભરમાં તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.
ચૂંટણી માટે એક લાખ 57 હજાર સાતસો 22 જેટલા પોલીસ જવાનો ચૂંટણીની કામગીરીમાં જોડાશે આ ઉપરાંત મહત્વની વાત કરવામાં આવે તો મતદાનના દિવસે 2657 ચૂંટણી અધિકારી ઉપરાંત 2990 ચૂંટણી અધિકારી ફરજ બજાવશે

