રાજકોટમાં યોજાનારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ફેબ્રુઆરીમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય વેપારમેળાના આયોજન ઉપર ઓમિક્રોનનું જોખમ તોળાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય વેપારમેળામાં સૌથી વધારે આફ્રિકન દેશોમાંથી ડેલીગેશનો આવતા હોય જો આ મેળો રદ્દ થાય તો વેપારીઓને અંદાજે 200 કરોડ રૂપિયાનું નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્ર વેપાર-ઉદ્યોગ મહામંડળનું નેટવર્ક 50 જેટલા દેશોમાં ફેલાયું છે. આગામી તા.11 થી 13 ફેબ્રુઆરી 2022 દરમ્યાન રાજકોટમાં એનએસઆઇસી મેદાન આજી વસાહત સાથે 3 દિવસનો વેપારમેળો યોજાશે. 3 દિવસ બાદ વિદેશી ડેલીગેટસ વિવિધ ફેકટરીઓની મુલાકાત લેશે અને ઉત્પાદન પ્રક્રિયા ગુણવતા વિશેની માહિતી મેળવશે તેવું આયોજન કરાયું છે. પરંતુ હવે આ આંતરરાષ્ટ્રીય વેપારમેળા ઉપર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ તોળાઈ રહ્યું છે. આ વેપાર ઉદ્યોગમાં સૌથી વધુ નાના ઉદ્યોગકારો વધારે ભાગ લે છે. જે દરવર્ષે 1થી 2 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતા હોય છે. તેવા વેપારીઓની સંખ્યા સૌથી વધારે હોય છે.

પરંતુ આફ્રિકન દેશમાં ઓમિક્રોન નામનો નવો વેરિએન્ટ હવે આ વેપારમેળા ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. તો બીજી તરફ હાલ તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ઉપર પ્રતિબંધ હોય આફ્રિકન ડેલીગેશનના આવવા ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. અત્યારસુધીમાં 34 દેશોના ડેલીગેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાયું છે. જેમાંથી 26 આફ્રિકન દેશોની કંપનીઓ છે. જેમાં કેમરોન, અલ્ગેરીયા, બેનીન, એંગોલા, કેન્યા, ગાબોન, ગોઈના, ઈથોપીયા સહિતના દેશોમાંથી 55 કંપનીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાયું છે. ગત એકઝીબીશન સમયે કોર્પોરેશનની ચૂંટણી હોવાથી આચારસંહિતા લાગી ગઇ હોવાથી એકઝીબીશન ફેબ્રુઆરીના બદલે માર્ચમાં યોજવામાં આવ્યું હતું પરંતુ આ એકઝીબીશન રદ થશે તો 200 કરોડ જેટલો ફટકો સૌરાષ્ટ્રના વેપારીઓને પડી શકે છે.

