HomeGujaratઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી

કાનપુર, સોમવાર

   ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી છે. ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 165 રન બનાવી મેચ ડ્રો કરી હતી. ભારતીય મૂળનો રચિન રવિન્દ્ર 91 બોલમાં 18 રન અને એઝાઝ પટેલ 23 બોલમાં 2 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4, અશ્વિને 3, અક્ષર પટેલ અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

   ભારત તરફથી બીજી ઇનિંગમાં સ્પિનરોએ શાનદાર બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. રવિન્દ્ર જાડેજા 4 વિકેટ લેવામાં સફળ રહ્યો, જ્યારે રવિચંદ્રન અશ્વિનને 3 વિકેટ મળી. અક્ષર પટેલ અને ઉમેશ યાદવે 1-1 વિકેટ લીધી હતી. દિવસના પ્રથમ સેશનમાં ભારતીય બોલરો સખત સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પ્રથમ સેશનમાં કોઈ વિકેટ પડી ન હતી જ્યારે બીજા સેશનમાં 3 વિકેટ પડી હતી. ન્યૂઝીલેન્ડે ત્રીજા અને અંતિમ સેશનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.ભારતીય મૂળના કિવી ખેલાડી રચિન રવિન્દ્રએ મેચના અંતે ધીરજ સાથે બેટિંગ કરીને ભારતીય બોલરોને અંત સુધી દંગ કરી દીધા હતા. રવિન્દ્રએ માત્ર 18 રન બનાવ્યા પરંતુ 91 બોલનો સામનો કરીને ભારતના હાથમાંથી જીત છીનવી લીધી. અંતમાં એજાઝ પટેલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે 23 બોલનો સામનો કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW