HomeGujaratCentral Gujaratપતિને કેનેડા મોકલવા પત્નીએ રૂ.6 લાખ આપ્યા, પછી કહ્યું આજથી સંબંધ પૂરા

પતિને કેનેડા મોકલવા પત્નીએ રૂ.6 લાખ આપ્યા, પછી કહ્યું આજથી સંબંધ પૂરા

અમદાવાદમાં ઘર કંકાસની ફરિયાદ વધતી જાય છે. પરિવારના ત્રાસથી મહિલાએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. કિસ્સાઓમાં કરિયાવરની માંગણીને લઈને સાસરિયાઓ તરફથી પરીણિતાને હેરાન કરવામાં આવતી હતી. આવા અનેક કિસ્સાઓ પણ વારંવાર સામે આવી રહ્યાં છે. અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ સહિત સાસરિયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ મહિલાએ લવ મેરેજ કર્યા હતા. પછી પતિને કેનેડા મોકલવા માટે રૂ.6 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત એના પતિએ લગ્ન સમયે 15 તોલા સોનું કરિયાવરમાં આપ્યા હતા. છતાં સાસરિયાએ તરફથી મહિલાને ત્રાસ આપવામાં આવતો. કરિયાવરને લઈને અનેક વખત ત્રાસ સહન કરતા મહિલા કંટાળી ગઈ હતી. પછી તેણે પોલીસ પાસે મદદ માગી હતી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ આ પહેલા ગણપત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતી હતી. ત્યાં જ નોકરી કરતા એક પ્રોફેસર સાથે પ્રેમ થઈ જતા લવમેરેજ કરી લીધા હતા. પછી ગાંધીનગરના સરગાસણ ખાતે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. આ દરમિયાન પતિને કેનેડા અભ્યાસ માટે જવાનું થતા પૈસાની જરૂર પડી હતી. આ સિવાય લગ્ન સમયે જ દીકરીના પિતાએ 15 તોલાના દાગીના આપ્યા હતા. મહિલાનો પતિ કેનેડા ગયો ત્યારે ઘરમાં સાસરિયાઓ મહિલાને ઘરકામને લઈને વારંવાર ટોણા મારતા હતા. સાસુ એવું કહેતી કે, તારા બાપે તને કંઈ શીખવાડ્યું નથી. જમવાનું બનાવતા આવડતું નથી. તારા બાપે તને કંઈ આપ્યું નથી. આવો ત્રાસ તે મુંગા મોઢે સહન કરતી હતી. પિતા અને ભાઈ પણ કડક સ્વભાવના છે. પછીથી બંને જણ અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા.

પતિ જ્યારે કેનેડા ગયો ત્યારે સાસુ સસરાએ વધુ કરિયાવરની માગ કરી હતી. પતિ કેનેડાથી આવ્યો ત્યારે પણ ઘરમાં કંકાસ ચાલું હતો. કેનેડા ગયા બાદ થોડાક જ સમયમાં સાસરિયાઓએ મહિલાને પરત અમદાવાદ બોલાવી લીધી હતી. બાદમાં મહિલાને કોરોના થયો હતો. આ દરમિયાન પણ સાસરિયાઓ તેને કહેતાં કે તને ક્યારેય કેનેડા નહીં જવા દઈએ અને છુટાછેડા અપાવી દઈશું. કેનેડાની સ્ટોક માર્કેટમાં પતિને મોટું નુકસાન થતા પૈસાની જરૂર હોવાનો ફોન કર્યો હતો. ફરી પત્નીએ રૂ.2 લાખ આપ્યા હતા. આ દરમિયાન પત્નીએ પણ કેનેડા જવા માટેની તૈયારી કરી લીધી. પણ પતિએ કોઈ મદદ ન કરી.પછી સંબંધી અંગે મેઈલ કર્યો કે, આપણા સંબંધ પૂરા. હું કોઈ વાતચીત નહીં કરૂ. પછી સાસરિયામાં પડેલો સામાન લઈ જવા માટે સાસુએ કહ્યું. પછી મહિલા પીયરમાં રહેવા માટે આવી ગઈ. પ્રતીકાત્મક તસ્વીર

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW