Thursday, April 17, 2025
HomeGujaratમોરબી નજીકના આ નગરમાં હંમેશા માટે રખડતા ઢોર ત્રાસથી મુક્તિ મળશે

મોરબી નજીકના આ નગરમાં હંમેશા માટે રખડતા ઢોર ત્રાસથી મુક્તિ મળશે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. એ સમયે ઉદ્યોગપતિના સ્નેહમિલનમાં મેયર ડો.પ્રદીપ ડવના શહેરની સમસ્યાઓને લઈને જાહેરમાં ક્લાસ લઈ લીધા હતા. જેના પડધા શહેરમાં પડી રહ્યા છે. સી.આર. પાટીલે મેયરને કહ્યું કે, રાજકોટમાં રસ્તે રઝળતા ઢોર પર ધ્યાન આપો. રાજકોટને 100 ટકા રસ્તે રઝળતા ઢોર મુક્ત કરો. આ વાત બાદ મેયર એક્શન મોડ પર આવી ગયા અને યુદ્ધના ધોરણે આ વાતનો અમલ કરી દેવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની ANDC શાખાએ રસ્તે રખડતા પશુઓ પકડી રસ્તો ક્લિયર કરાવ્યો છે.

તા.16થી 25 નવેમ્બર સુધીમાં શહેરના ભાવનગર રોડ, પેડક રોડ, ભગવતીપરા મેઈન રોડ, કુવાડવા રોડ, વેલનાથપરા, ફિલ્ડ માર્શલ વાડી, માર્કેટિંગયાર્ડ, ગ્રીનલેન્ડ ચોકડી, વગેરે એરિયામાંથી 74 ઢોર પકડી લેવાયા છે. માંડા ડુંગર, આજીડેમ, માનસરોવર ભીમરાવનગર, પ્રધ્યુમન પાર્ક, શ્યામકિરણ સોસાયટી, વગેરે વિસ્તારમાંથી 43 ઢોર પકડવામાં આવ્યા છે.

કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા, ઓમનગર વગેરે વિસ્તારોમાંથી 11, રૈયાધાર, નિવિદિતાનગર, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક વગેરે એરિયામાંથી 4, શીતલપાર્ક, જામનગર રોડ, ભોમેશ્વર, રેલનગર વગેરે વિસ્તારોમાંથી 19, શક્તિ સોસાયટી, સંજયનગર મેઈન રોડ, ગોકુલ ક્વાર્ટર્સ પાસે, રાજારામ સોસાયટી વગેરે વિસ્તારોમાંથી 13 અને અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 326 ઢોર પકડવામાં આવ્યા છે. આમ રાજકોટ સિટીને રખડતા ઢોરમાંથી મુક્ત કરવા અભિયાન ચાલું થઈ ગયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,022FollowersFollow
2,810SubscribersSubscribe

TRENDING NOW