Wednesday, May 21, 2025
HomeGujaratCM પાસે કરોડ માગવાનો વીડિયો: મહંત બટુક મોરારી રાજસ્થાનથી ઝડપાયો

CM પાસે કરોડ માગવાનો વીડિયો: મહંત બટુક મોરારી રાજસ્થાનથી ઝડપાયો

ગાંધીનગર,શુક્રવાર

   ગુજરાતના મુખ્યમંત્રી પાસે રૂપિયા એક કરોડની માગણી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારો મહંત બટુક મોરારી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. એલસીબીએ આ મહંતની રાજસ્થાનના રેવદરથી ધરપકડ કરી હતી અને પોલીસ મહંતને લઈને વાવ તરફ આવવા માટે નીકળી ચૂકી છે. મહંતે વાવથી વીડિયો વાયરલ કર્યો હોવાથી વાવ પોલીસ મથકમાં જ તેની સામે ગુનો નોંધાશે. આ મહંત સામે પોલીસ કેવી કલમો સાથે ગુનો નોંધે છે તે જાેવું રહ્યું.

   બનાસકાંઠાના વાવમાંથી મહંત બટુક મોરારીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો અને તેમાં તે મુખ્યમંત્રી પાસે રૂપિયા એક કરોડની માગણી કરે છે. જાે એક કરોડ રૂપિયા નહી આપવામાં આવે તો પટેલોને રાજ કરવા નહી દઉ તેવી ધમકી આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસના ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફે તપાસ આદરી હતી અને મહંતના મોબાઈલનું લોકેશન રાજસ્થાનના રેવદર પાસે હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી એલસીબીની ટીમ રાજસ્થાનના રેવદર પાસે પહોંચી ગઈ હતી અને ત્યાંથી મહંતની ધરપકડ કરી હતી. એલસીબીની ટીમ મહંતને લઈ વાવ તરફ આવવા રવાના થઈ ચૂકી છે. મહંત સામે પોલીસ કઈ કલમો હેઠળ ગુનો નોંધે છે.

તે જાેવું રસપ્રદ બની રહેશે. મહંતના વીડિયોને લઈ રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મુખ્યમંત્રી પાસે આવી રીતે વીડિયો વાયરલ કરી એક કરોડ આપી જાવ તેમ કહી ધમકી આપનારા બટુક મોરારીએ કયા કારણથી આવું કૃત્ય કર્યું તેની પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરશે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવા પાછળનો હેતુ શું હતો તે વિશે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
52,053FollowersFollow
2,900SubscribersSubscribe

TRENDING NOW