મુંબઈ, શુક્રવાર
શેરબજારોની શરૂઆત શુક્રવારે બેહદ નબળી રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 720 અંકથી વધુના ઘટાડા સાથે ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની સ્થિતિ પણ કંઈક આવી જ રહી. તેનું મોટું કારણ વિશ્વના ઘણાં ક્ષેત્રોમાં કોરોનાનો વધી રહેલો પ્રકોપ છે. માટે દવા કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં રહ્યા, જ્યારે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીના શેરોમાં મોટો કડાકો ચાલુ છે.
સવારે 10.38 કલાકે સેન્સેક્સમાં 2.12 ટકા એટલે કે 1245 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો અને તે 57549.94 અંકના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી સવારે 10.38 કલાકે 2.12 ટકા એટલે કે 371.05 અંકના ઘટાડા સાથે 17165.20 અંક પર ટ્રેડ કરતો જોવા મળ્યો. શેરબજારની શરૂઆતથી પહેલા પ્રી-ઓપન સેશનમાં જ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો. બજાર ખુલવા પર તે લગભગ 720 અંક ઘટયો અને 58075.93 અંક પર ખુલ્યો. જ્યરે ગુરુવારે સેન્સેક્સ બઢતના વલણ સાથે 58795.09 અંક પર બંધ થયો હતો. બાદમાં બજારમાં ઘટાડાનું વલણ ચાલુ છે અને સવારે કારોબારી સત્રમાં સેન્સેક્સમાં 1039 અંક સુધીનો ઘટાડો જોવા મળ્યો. સવારના કારોબારમાં સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી માત્ર ડોક્ટર રેડ્ડીઝ અને સન ફાર્માના શેરો જ ગ્રીન ઝોનમાં રહ્યા. જ્યારે મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ લગભગ 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક નિફ્ટી પણ ખરાબ સ્થિતિમાં જોવા મળ્યો. નિફ્ટીની શરૂઆત પણ નબળી રહી અને લગભગ 250 અંકના ઘટાડા સાથે 17338.75 અંક પર ખુલ્યો. જ્યારે ગુરુવારે તે 17536,25 અંક પર બંધ થયો હતો. નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાં સિપ્લાના શેર સૌથીવધુ 1.43 ટકાની બઢત સાથે કારોબાર કરતા દેખાયા. બાકી ડોક્ટર રેડ્ડીઝ અને સન ફાર્મા ગ્રીન ઝોનમાં યથાવત છે. તેના સિવાય બાકી તમામ 47 શેર રેડ ઝોનમાં છે. સૌથીવધુ ઘટાડો ઓએનજીસીના શેરમાં 3.19 ટકાનો જોવા મળ્યો છે.