Sunday, January 18, 2026
HomeGujaratરાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર : હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના...

રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર : હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી

અમદાવાદ,ગુરુવાર

  હવામાન નિષ્ણાંત અને આગાહીકારોના મતે ફરી ડિસેમ્બર મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવાના હળવા દબાણની અસરથી દેશના ઘણા ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. 

  ડિસેમ્બરમાં આવનાર માવઠામા ભર શિયાળે માવઠાથી જીરાં, ચણા સહિતના પાકને ભારે નુકસાન થઈ શકે છે. જો કે હવે ધીરે ધીરે ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે. જેથી 7થી 9 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની સંભાવના છે. તો 19 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવી શકે છે. પરંતુ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય–પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને ગાત્રો થીજવતી ઠંડીની પડવાની શક્યતા છે.ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી રહ્યુ છે. કચ્છના નલિયાનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. તો પાટનગર ગાંધીનગરનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. ડીસા અને અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીનું તાપમાન 18 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરનું તાપમાન 19 ડિગ્રી, દ્વારકા અને કેશોદનું તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. આમ, ગુજરાતભરમાં ગુરુવારની સવારે ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઠંડા પવનો ફુંકાયા હતા.ડાંગ જિલ્લામાં જિલ્લામાં સતત ચાર દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા, સુબિર, ચીંચલી, વઘઈ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેના કારણે ખેડૂતોએ ખેતરમાં કાપીને મુકેલો ડાંગરનો પાક પલળી ગયો જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડાંગ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. જે બરબાદ થઈ જતા ખેડૂતોનું આખું વર્ષ બગડી શકે છે. મોટાભાગનું ડાંગર ખાવાલાયક પણ ન રહેતા ખેડૂતો સરકાર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page