અમદાવાદ, ગુરુવાર
શહેરમાં ગેરકાયદે વીજ જોડાણને લઈ ટોરેન્ટ પાવરે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરિયાપુર વિસ્તારમાં પોલીસ કાફલા સાથે ટોરેન્ટના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. દરોડામાં એક DCP, બે ACP, એક પીઆઈ અને અન્ય 200 પોલીસ કર્મચારીઓ સામેલ છે.સાથે જ ટોરેન્ટ પાવરના 20 અધિકારીઓ અને 150થી વધુ કર્મચારીઓ દરોડામાં જોડાયા છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપાવવાની સંભાવના છે.
અમદાવાદમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન દરમિયાન પથ્થરમારની ઘટના સામે આવી છે. ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાતા લોકો ઉશ્કેરાયા હતા. તંબુ ચોકી પાસે નગીના પોળમાં લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોરેન્ટના 4 અને 3 પોલીસ કર્મી ઘાયલ થયા છે. પથ્થરમારો થતા પોલીસ અધિકારી એક્શન મોડમાં આવી ગયા છે.