ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝ ખતમ થઈ ગઈ છે. ક્રિકેટ ફેન્સની નજર હવે ટેસ્ટ ક્રિકેટ પર છે. T20 સીરિઝ ભારતીય ક્રિકેટ ટીમે 3-0થી જીતી લીધી છે. કેપ્ટન રોહિત શર્માએ T20 સીરિઝમાં બેસ્ટ પર્ફોમ કર્યું છે. જેનાથી ટીમને સીધો ફાયદો થયો છે. તાજેતરના ICC રેંકિગમાં રોહિત શર્માએ T20 બેટિંગની યાદીમાં મોટી છલાંગ મારી છે. રોહિત શર્મા હવે 13માં ક્રમે પહોંચ્યો છે. જ્યારે સીરિઝ શરૂ થતા પહેલાં 15માં ક્રમ પર હતો. રોહિત શર્માએ ત્રણ મેચની સીરિઝમાં T20 ટુર્નામેન્ટમાં બે વખત હાફસેન્ચુરી ફટકારી છે.
ત્રણ મેચમાં રોહિત શર્માએ 55, 56 અને 48 રન કર્યા છે. રોહિતને સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે જાહેર કરાયો છે. ICC રેંકિગ T20માં આ એક માત્ર ભારતીય ક્રિકેટર છે. પણ તે રોહિત શર્મા નહીં પણ કે.એલ. રાહુલ છે. કે.એલ.રાહુલ રેંકિગમાં પાંચમાં ક્રમે છે. જ્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ T20ની યાદીમાં પહેલા ક્રમે છે. બાબર પહેલા ક્રમે, બીજા ક્રમે ડેવિડ મલાન, એડન મર્કરમ ત્રીજા ક્રમે, મોહમ્મદ રીઝવાન ચોથા ક્રમે અને પાંચમાં ક્રમે કે.એલ.રાહુલ છે. વિરાટ કોહલી 11માં ક્રમે હતો. જ્યારે રોહિત 13માં ક્રમે છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 ન રમનારા વિરાટ કોહલીને રેંકિંગમાં ફટકો પડ્યો છે. વિરાટ ટોપ 10માંથી આઉટ થઈ ગયો છે. હાલમાં એનો ક્રમ 11મો રહ્યો છે. T20 ટુર્નામેન્ટમાં બોલિંગ અથવા ઓલરાઉન્ડર રેંકિંગમાં ટોપ 10ની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી નથી. T20 ટીમની વાત કરવામાં આવે તો ભારત હજુ આ યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડ પહેલા ક્રમે છે.
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી T20 ટુર્નામેન્ટ સીરિઝમાં ઘણા સારા રેકોર્ડ કર્યા છે. રોહિત શર્માએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડંકો વગાડ્યો છે. 450થી વધારે સિક્સર ફટકારી છે. જ્યારે T20 સીરિઝ ટુર્નામેન્ટમાં 50થી વધુનો સ્કોર પણ રોહિત શર્માના નામે છે. આ યાદીમાં વિરાટ કોહલી રોહિત શર્મા કરતા પણ પાછળ છે.