Tuesday, October 28, 2025
HomeGujaratટંકારાને વધુ એક ગ્રામ પંચાયત મળી,નવું નામ આર્યનગર મળ્યું

ટંકારાને વધુ એક ગ્રામ પંચાયત મળી,નવું નામ આર્યનગર મળ્યું

ટંકારા – જબલપુર વચ્ચે લટકતી સોસાયટી હવે આર્ય નગર ગામથી ઓળખાશે અલગ પંચાયતને મંજૂરીની મહોર લાગી નવા ગામનુ નામ મહર્ષિ દયાનંદ સરસ્વતીને ધ્યાનમાં રાખીને આર્ય નગર પાડયું છેલ્લા બે દશકાથી સુવિધા અને સગવડ નો સૌ ગઉ નુ છેટું હતુ હવે એકધારો વિકાસને વેગ મળશે સ્થાનિક લોકોએ બ્રિજેશ મેરજા અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

ટંકારા શહેરની ભાગોળે નહીં પરંતુ બોર્ડર ઉપર વસેલી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી 17 સોસાયટી ઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા 1200 જેટલા રહીશો દ્વારા અલગ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ ઉઠાવી હતી જેથી સ્થાનિક સમસ્યાનુ સમાધાન કરી શકાય ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ઋષિની ભુમી ને શોભે એવુ આર્ય નગર નામકરણ કરી નવી પંચાયતને મંજુરીની મહોર મારી હતી.

આ નવા ગામમા (૧) હરીઓમનગર– ૧ (૨) હરિઓમનગર -૨ (૩) બાલાજી પાર્ક (૮) ક્રિષ્ના પાર્ક (૫) ધર્મભકિત સોસાયટી (૬) અયોધ્યાપૂરી સોસાયટી (૭) દેવનગર (૮) રાજધાની પાર્ક (૯) જામીનારાયણ નગર (૧૦) અવધ પાર્ક (૧૧) આર્યનગર (૧૨) પ્રભુનગર સોસાયટી (૧૩) સરદારનગર -૧ (૧૪) સરદારનગર -૨ (૧૫) સરદારનગર-૩ (૧૬) શ્યામ પાર્ક (૧૭) મહાલક્ષ્મી પાર્ક સહિતની સોસાયટીનો સમાવેશ થયો છે.

આ સોસાયટીઓની વસ્તીનું એકત્રીકરણ કરતા ૧૨૦૦ જેટલી વસ્તી થાય છે. અત્યાર સુધી જબલપુર ગામના એક નવાપરા વિસ્તાર તરીકે જાણીતી આ સોસાયટી હવે નવા ગામની ઓળખ મળી છે. સ્થાનિક આગેવાન નાનજીભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગુજરાત નહી વિશ્વનું ગૌરવ દયાનંદ સરસ્વતીને શોભે એવુ નામકરણ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page