Friday, March 21, 2025
HomeGujaratCentral Gujaratગુજરાત યુનિ.ના બે મોટા નિર્ણય, વિદ્યાર્થીઓને મળી રહેશે આવો ફાયદો

ગુજરાત યુનિ.ના બે મોટા નિર્ણય, વિદ્યાર્થીઓને મળી રહેશે આવો ફાયદો

ગુજરાત યુનિવર્સિટી તરફથી એક માંગણીને ધ્યાને લઈને બે મોટા નિર્ણય લેવાયા છે. પરીક્ષાના પરિણામથી જે વિદ્યાર્થીઓ સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી શકશે. એમને પરિણામ સુધારવાની પૂરતી તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓ જે તે વિષયોમાં ઈચ્છે ત્યાં સુધી પરીક્ષા આપી શકશે. સારું પરિણામ મેળવી શકશે. આ માટેની માર્કશીટ પણ અપાશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ ટૂ વિકલ્પ આપવામાં આવશે.

અત્યારે વિદ્યાર્થી જે પરીક્ષા આપે છે એમાં એને 40 માર્ક્સ આવે છે અને બે ત્રણ દિવસ પછી ફરી તૈયારી કરીને ફરી પરીક્ષા આપે ત્યારે 50 માર્ક્સ આવે તો અંતિમ માર્કને ધ્યાને લેવાશે. આ આખી વસ્તુ યોગ્ય સત્તા મંડળની મંજૂરી સાથે યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સિલેક્ટેડ વિષયમાં અને આવતા વર્ષથી લગભગ બધા કોર્ષમાં આ સિસ્ટમ લાગુ થઈ જશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી યુનિવર્સિટીને એવી તાકીદ કરવામાં આવી છે કે, જે વાર્ષિક કસોટીની પેટર્ન પર પરીક્ષા ચાલે છે. જેનાથી ફક્ત ત્રણ કલાકમાં વિદ્યાર્થીના પર્ફોર્મન્સ પરથી પરિણામ નક્કી થાય છે. આ સંદર્ભમાં સતત મૂલ્યાંકન અને બીજા ઓપ્શનલ સ્ટેપ્સ લેવાના સૂચનો કરાયા હતા. આ મામલે ગુજરાત યુનિવર્સિટીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીને સતત મૂલ્યાંકનની સાથે સાથે ઓનલાઈન ઓન ડિમાન્ડ એક્ઝામ આપવાનો પણ નિર્ણય કરાયો છે.

Gujarat CM Vijay Rupani announce to cancel University exam 2021 - Education  Today News

આમા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થી જ્યારે ઈચ્છે ત્યારે પોતાના સ્થળેથી બેસીને પરીક્ષા આપી શકે છે. જેવી પરીક્ષા પુરી થાય તે સાથે જ તેનું રિઝલ્ટ સામે દેખાશે. આ વ્યવસ્થા માટે યુનિવર્સિટીએ એક પ્રશ્ન બેંક તૈયાર કરવા મહેનત કરવાની છે. આ પ્રશ્ન બેંકને યુનિવર્સિટી પોતાની વેબસાઈટ પર અથવા તો સબ્જેક્ટના પોર્ટલ પર પોસ્ટ કરી શકશે. આમાંથી વિદ્યાર્થી જ્યારે લોગઈન થાશે ત્યારે એની સામે એક નવું પેપર જનરેટ થશે. એ પેપરના આધારે વિદ્યાર્થી પોતાનું પરિણામ નક્કી કરી શકે. હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે આપી શકશે. જ્યારે UGના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે.આ ઉપરાંત PGના વિદ્યાર્થીઓએ માટે પણ આ પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. PGના કોર્સમાં વિદ્યાર્થીઓની ઓન ડિમાન્ડ પરીક્ષા યોજવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા માટે કોઈ સમય કે સ્થળ નક્કી કરવામાં નહીં આવે. વિદ્યાર્થીઓ તૈયારી કરીને પરીક્ષા આપવાનો નિર્ણય કરી શકે છે ત્યારે વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
49,632FollowersFollow
2,660SubscribersSubscribe

TRENDING NOW