ગત અઠવાડિયે ઘણા બધા સેક્ટરમાં સતત એક ઘટાડો જોવા મળ્યા બાદ શેર માર્કેટમાં સોમવારે થોડી ખરાબ શરૂઆત થઈ છે. સેસેક્સ ગગડતા અનેક રોકાણકારોને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. BSE સેંસેક્સમાં બપોરના સમયે 12 વાગ્યા બાદ 1100 થી વધારે પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આ સાથે NIFTY પણ ગગડ્યો હતો. NSE NIFTY પણ 17400ના સ્તર પર આવી ગયો હતો.

બપોરના સમયે 12.25 વાગ્યા આસપાસ સેંસેક્સમાં 1,133.62 પોઈન્ટ અથવા 1.90% ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઈન્ડેક્સ 58,502.39 સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ દરમિયાન નિફ્ટી 338.00 પોઈન્ટ અથવા 1.90 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સની સાથોસાથ PAYTMના શેરમાં પણ એક મોટો ઘટાડો જોવા મળ્યો છે. શેરમાં સીધો 15 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બે દિવસમાં વિજય શર્માની વેલ્થ રૂ.78.10 કરોડ ઘટી હતી. 6 શેરોમાં ઘટાડો છે. દરમિયાન, Paytmનો શેર ઇશ્યૂ પ્રાઇસ કરતા 40% નીચો ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં લગભગ 4%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે PSU બેન્ક ઈન્ડેક્સ 3.5% થી વધુ ઘટ્યો છે. બીજી તરફ ઓટો ઈન્ડેક્સમાં 3% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ મિડકેપ ઇન્ડેક્સ 2.5% થી વધુ તૂટ્યો છે. બેંક નિફ્ટીમાં 2% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજારમાં ઘટાડો સતત વધતો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1040.88 પોઈન્ટ અથવા 1.75 ટકાના ઘટાડા સાથે 58,595.13 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીના 50માંથી 44 શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે બજારમાં આ ઘટાડો કેટલાક મહત્વપૂર્ણ કારણોને કારણે પણ છે.