મોરબીના ઝીંઝુડા ગામે નજીકથી એક સપ્તાહ પહેલા એટીએસની ટીમ દ્વારા 600 કરોડની કિમતના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા અલગ અલગ કડીઓ મળી રહી છે તેમ તેમ વધુ ડ્રગ્સનો જથ્થો એટીએસના હાથમાં આવી રહ્યો છે તાજેતરમાં દ્વારકામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ આજે જામનગરના બેડી રોડ પાસેથી વધુ 10 કરોડનો હેરોઈનનો બે કિલોગ્રામ જથ્થો ATSની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ઝડપી લીધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામેથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કાંડના આરોપીઓની પૂછપરછમાં જામનગરના બેડી રોડ ખાતે ડ્રગ્સ છૂપાવવામાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ઉક્ત સ્થળેથી રૂપિયા 10 કરોડની કિંમતનું બે કિલિગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે
આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, જોડિયા ગામનો ઝડપાયેલો આરોપી રહિમ હાજીએ આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી અનવર ઉર્ફે અન્નુ પટેલીયા જખૌના દરિયામાંથી હેરોઈનનો જથ્થો લાવ્યો હતો. આ જથ્થામાંથી અમુક જથ્થો રહિમ હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હતો. જેથી ATSની ટીમે લોકલ પોલીસને સાથે રાખી જામનગર બેડી રોડ ખાતેથી વધુ 2 કીલો હેરોઈનનો જથ્થો શોધી કાઢી કબજે કરવામાં આવ્યો છે. જેની કિંમત આશરે રૂપિયા 10 કરોડ છે. આ અંગે હાલ ATSની ટીમે વધુ તપાસ ચાલુ કરેલ છે