સૌરાષ્ટ્રમાં બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે સતત ત્રણ દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહ્યા બાદ શનિવારે હવામાન ચોખ્ખુ થયું છે. જ્યારે રવિવારે વહેલી સવારે આંશિક ઠંડી બાદ સૂર્યદેવે દર્શન દીધા હતા. ત્રણ દિવસ સુધી માવઠાનો માર સહન કર્યા બાદ ગરમી શરૂ થવાની છે. લઘુતમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચતા ગરમાવો વર્તાય રહ્યો હતો. ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભેજનું પ્રમાણ વધારે રહેવાથી સૂર્યદેવના દર્શન થાય ન હતા. આખો દિવસ હવામાન ઠંડુ રહ્યું હતું. ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાંનો સહારો લીધો હતો.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હવે ઠંડી વધશે. બે દિવસ સુધી સામન્ય ગરમી બાદ ઠંડીનું જોર વધશે. જોકે, દિવાળી પહેલા જ વહેલી સવારે અને સાંજે ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા હતા. ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો. હવે ધીમે ધીમે વાતાવરણ વધારે ઠંડું થશે. રવિવારે સવારથી તડકો રહ્યો હતો. ભેજનું પ્રમાણ પણ ઓછું થવા લાગ્યું હતું. જોકે, હવે આવનારા દિવસોમાં વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. આવનારા દિવસોમાં વધુ ઠંડી પડશે. પવનની ગતિમાં પણ વધારો થશે. પશ્ચિમી દિશામાં પાછા ફરતા પવનો ઠંડા હોવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે