Bcciના સચીવ જય શાહે IPLની હવે પછીની ટુર્નામેન્ટ માટે એક મોટું એલાન કર્યું છે. IPL ટુર્નામેન્ટની 15મી સીઝન ભારતમાં યોજાશે. IPL2021માં ચેન્નઈ સુપરકિંગ્સની જીતની સેલિબ્રેશન ઈવેન્ટ ધ ચેમ્પિયન્સ કોલમાં આ વાતની ખાતરી કરી હતી. જય શાહે કહ્યું કે, મને ખ્યાલ છે કે, તમે સૌ ચેપોકમાં ચેન્નઈને રમતા જોવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. એ સમય હવે બહુ દૂર નથી. IPL ટુર્નામેન્ટની 15મી સીઝન ભારતમાં જ યોજાશે. જેમાં બે નવી ટીમ પણ રમતી જોવા મળશે.
15th season of the IPL will take place in India and it will be more exciting with new teams joining. We have a mega auction coming up to see what the new combination looks like: BCCI Secretary Jay Shah
— ANI (@ANI) November 20, 2021
(File pic) pic.twitter.com/yGetnmfit8
આ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું બોર્ડના એક સુત્રએ જણાવ્યું છે. IPL ટુર્નામેન્ટની 15મી સીઝન આ પહેલાની ટુર્નામેન્ટ કરતા વધારે રસપ્રદ અને રોમાંચક રહેશે. 15મી સીઝન માટે હરાજી થવાની હજુ બાકી છે. તેથી જ એ જોવું રસપ્રદ રહેશે કે, તમામ ટીમનું આયોજન, સંચાલન તથા શેડ્યુલિંગ કેવી રીતે થાય છે. આ પહેલાની સીઝનની શરૂઆત ભારતમાં થઈ હતી. પણ ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફ કોરોના સંક્રમિત થતા ટુર્નામેન્ટ વચ્ચેથી રદ્દ કરી દેવામાં આવી હતી. એ પછી બાકી રહેલા 31 મેચ UAEમાં સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં રમાયા હતા. ફાઈનલ મેચમાં કોલકાતાની ટીમને હરાવી ચેન્નઈ સુપરકિંગ્સ ચોથી વખત વિજેતા બની હતી.
આ પહેલા કોરોના વાયરસને કારણે સીઝન અટકી ગઈ હતી. વર્ષ 2008માં આઠ ટીમ સાથે આ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી. વર્ષ 2011માં પહેલી વખત બે નવી ટીમને સ્થાન આપવામાં આવ્યું હતું. કોચ્ચી અને પૂણે એક વર્ષ સુધી રહી. વર્ષ 2012માં કોચ્ચી આ યાદીમાંથી નીકળી ગઈ. વર્ષ 2012માં અને વર્ષ 2013માં 9 નવી ટીમ ટર્નામેન્ટમાં આવી હતી. વર્ષ 2014માં પૂણે પણ નીકળી ગઈ. વર્ષ 2016 અને વર્ષ 2017માં પ્રતિબંધ મૂકાતા રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ પર બ્રેક લાગ્યો.