અમદાવાદ ભાવનગર હાઈવે પર ધોળકા નજીક એક જીવલેણ અકસ્માત થતા પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ખંભાતનો પરિવાર પાલિતાણાથી પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો. એ સમયે આ ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, આખી ઈકો કાર પડીકુ વળી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર હેતું હોસ્પિટલ ખસેડાયા છે. ધોળકા નજીક વટામણ ચોકડી પાસે આ અકસ્માત થયો છે. થોડા સમય પહેલા લિંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડનું કામ ચાલતું હોવાથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રકે કારને અડફેટે લીધી હતી. જેના કારણે અકસ્માત થયો હતો.

પાલિતાણાથી પરત આવેલા પરિવારને અકસ્માત નડતા એક સાથે પાંચ વ્યક્તિઓની અર્થી ઊઠી છે. જેના કારણે પરિવારમાં માતમનો માહોલ છે. દિવસે દિવસે અમદાવાદ હાઈવે ગોઝારો પુરવાર થઈ રહ્યો છે. ખાસ કરીને લિંબડી અને ધોળકા પાસેના વિસ્તારમાં અકસ્માત વધી રહ્યા છે. ક્યારેક રોંગ સાઈટમાં આવી રહેલા વાહનને કારણે તો ક્યારેક ડ્રાઈવરની બેદરકારીને લીધે અકસ્માત થયા છે.