નાની વાતોનું ઝીણવટ ભર્યું ઓબઝર્વેશન, કટાક્ષ અને કોમેડીની વાત આવે ત્યારે કપિલ શર્મા સૌને યાદે આવે છે. ટીવી પદડે સૌથી લોકપ્રિય શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ માં ઘણા બધા સેલિબ્રિટીઓ પોતાના અંગત જીવનની વાતને જાહેર કરી ચૂક્યા છે. પણ જ્યારે કપિલને પોતાના પ્લાનિંગ અને પ્રોજેક્ટ વિશે પૂછવામાં આવે ત્યારે તે કોમેડી કરીને વાતને ફગાવી દે છે.
એનો શૉ દેશનો સૌથી લોકપ્રિય શૉ બની ગયો છે. કોમેડી અને ટાઈમિંગને લઈને તે લાખો લોકોને હસાવે છે. એટલું જ નહીં અનેક લોકોના દિલમાં તેણે જગ્યા બનાવી છે. દિવસે દિવસે એના ચાહકોમાં પણ વધારો થઈ રહ્યો છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ સેલિબ્રિટી પણ કપિલના ફેન છે. પણ ઘણાને એ વાત જાણવાની પણ ઈચ્છા હશે કે, એક વીકએન્ડ માટે કપિલનો શું ચાર્જ હશે? હવે આ વાત જાહેર થઈ ચૂકી છે. વીકએન્ડના એપિસોડ માટે કપિલ શર્મા રૂ.1 કરોડનો ચાર્જ લે છે. કોમેડીમાં જ નહીં પણ બેસ્ટ ટેક્સ પેયર્સ તરીકે પણ એનું નામ પહેલા ક્રમે આવે છે. કપિલે પોતાના શૉના એક એપિસોડમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે એક એપિસોડમાં કહ્યું હતું કે, તે રૂ.15 કરોડની રકમ ટેક્સ પેટે ભરે છે. તેણે એવું પણ કહ્યું કે, ટેક્સ ભરતા રહેવું જોઈએ. એનાથી દેશનો વિકાસ થાય છે. જોકે, આ એપિસોડ ઘણો જૂનો છે. એ સમયે નવજોતસિંહ સિદ્ધુ શૉમાં ભાગ લેતા હતા. આ એ એપિસોડની વાત છે જ્યારે શૉમાં ઐશ્વર્યા રાય મહેમાની બનીને આવી હતી. ઐશ્વર્યા રાયની એન્ટ્રી વખતે સિદ્ધુનો એક શાયરાના અંદાજ જોવા મળ્યો હતો. જેના પર કપિલે મજાક ઉડાવી હતી.
એ સમયે સિદ્ધુએ કહ્યું હતું કે, કપિલની દરેક વાતમાં એક વિરોધાભાસ હોય છે. તે રૂ.12 કરોડની રકમ ટેક્સ પેટે ભરે છે અને પોતાની જાતને ગરીબ ગણાવે છે. જુઓ આ ગરીબ છે. જેના જવાબમાં કપિલ શર્માએ કહ્યું હતું કે, ટેક્સ ભરવો જોઈએ. એનાથી દેશની પ્રગતિ થાય છે. જોકે, કપિલે સમય જતા પોતાની ફીમાં પણ વધારો કર્યો હતો. એક સમયે જે વીકએન્ડ એપિસોડના રૂ.60થી 70 લાખ લેતો હતો. હવે તે વીકએન્ડ એપિસોડના રૂ.1 કરોડ લે છે. એટલું જ નહીં તે નાની મોટી એડફિલ્મ કરીને પણ સારી એવી કમાણી કરી લે છે.