ભારતીય શેરમાર્કેટના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા ટૂંક જ સમયમાં પોતાની નવી એરલાઈન્સ શરૂ કરવાના છે. રાકેશ ઝુનઝુનવાલાની Akasa એરલાઈન્સે મંગળવારે જણાવ્યું હતું કે, ગ્લોબલ એરોસ્પેસ કંપની બોઈંગને 72 મેક્સ 737 પ્લેનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. SNV એવિએશન પ્રાયવેટ લિમિટેડ બ્રાંડ Akasa Air નામથી ઉડાન ભરશે. કંપનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ડીલ અંતર્ગત 72 વિમાન ખરીદવામાં આવશે. જેની કિંમત આશરે 9 અબજ ડૉલર છે.
Akasa Airના ઓર્ડરમાં 737 મેક્સ ફેમિલીના બે વેરિયંટ પ્લેનનો પણ સમાવે થાય છે. જેમાં 737-8 અને હાઈ કેપેસિટીવાળા 737-8-200 પણ સમાવેશ થાય છે. Akasa Airના CEO વિનય દુબેએ કુલ 72 વિમાનનો ઓર્ડર આપતા જણાવ્યું હતું કે, ઓછી કિંમતે વધારે વિમાન મળતા સસ્તી એરલાઈન્સ શરૂ કરવાનો હેતું પૂરો થઈ રહ્યો છે. આ માટે બોઈંગ ઈલેવન 737 મેક્સ પ્લેન પર્યાવરણ માટે પણ અનુકુળ છે.
ભારત સૌથી ઝડપથી વિમાન માર્કેટ ધરાવતા માર્કેટ પૈકી એક છે. ભારતમાં હવાઈ યાત્રા ક્ષેત્રમાં ઝડપથી ગ્રોથ થવાની સંભાવના છે. આ કંપનીનું લક્ષ્ય લોકોને સસ્તી એરલાઈન્સ પૂરી પાડવાનું છે. કંપની પાસે 737 મેક્સ વિમાન હોવાથી તે ભારતીય માર્કેટમાં પોતાની મજબુતી વધુ ઝડપથી હાંસિલ કરશે. રાકેશ ઝુનઝુનવાલાની Akasa એરલાઈન્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે. Akasa એરલાઈન્સની ફ્લાઈટ વર્ષ 2022થી શરૂ થવાની છે. આ એરલાઈન્સના બોર્ડમાં ઈન્ડીગોના પૂર્વ પ્રેસિડન્ટ આદિત્ય ઘોષનો પણ સમાવેશ થાય છે. આ નવી એરલાઈન્સ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની 40 ટકા ભાગીદારી છે. આ કંપનીમાં હજું રાકેશ ઝુનઝુનવાલા આશરે 35 મિલિયન ડૉલરનું રોકાણ કરશે. કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એરલાઈન્સ 2022માં શરૂ થવાની છે.
બીજી તરફ હવાઈ યાત્રામાં ડોમેસ્ટિક ફ્લાઈટમાં ફૂડ આપવામાં આવશે. આ માટે સરકારે એરલાઈન્સ કંપનીઓને મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકારે તા. 15 એપ્રિલના રોજ ફ્લાઈટમાં ખાણી પીણી પર આપવા માટે બ્રેક લગાવી દીધી હતી. મોટાભાગની ફ્લાઈટને મંગળવારે મંજૂરી આપી દેવામાં આવી હતી. ફૂડની સાથોસાથ મેગેઝિન અને અખબાર આપવા ઉપર પણ મંજૂરી આપી દીધી છે.