દેશની રાજધાની છેલ્લા એક સપ્તાહથી ભયંકર પ્રદુષણની ઝપટમાં ચઢી ગયુ છે. જેના કારણે દિલ્હી એનસીઆર અને આસપાસના અનેક વિસ્તારમાં જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે.જેમાં નવો આદેશ ન મળે ત્યાં સુધી શાળા કોલેજ બંધ કરવામાં આવ્યું છે.બુધવારે ઓનલાઇન અભ્યાસ થશે.મંગળવારે રાત્રે (કમીશન ફોર એર ક્વોલીટી મેનેજમેન્ટ)ની બેઠક માં આ નિર્ણય લેવાયો છે.

સીએક્યુંએમ કહ્યું હતું કે ઓછામાં ઓછા 50 ટકા અધિકારીઓને વર્ક ફ્રોમ હોમની મંજુરી મળવી જોઈએ.ખાનગી ઓફિસમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવમાં આવે. 21 નવેમ્બર સુધી દિલ્હીમાં જરૂરિયાત સિવાયના તમામ પ્રકારના ટ્રકની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. બાંધકામના કામ પણ 21 નવેમ્બર સુધી બંધ રહેશે.10 વર્ષ જુના ડિઝલ વાહન અને 15 વર્ષ જુના પેટ્રોલ વાહનો સામે કડક પગલા ભરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

પ્રદૂષણને લઈને સુપ્રીમકોર્ટે લાલ આંખ કર્યા પછી CAQMએ દિલ્હી અને તેનાં પાડોશી રાજ્યો સાથે બેઠક કરી હતી, જેમાં આ ઉપાયોની જાહેરાત કરી હતી. આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અધિકારી હાજર હતા. NCRના મુખ્ય સચિવોને આ જવાબદારી સોંપાઈ છે.

નવા આદેશ મુજબ માત્ર ગેસથી ચાલતા ઉદ્યોગો ચાલી શકશે. જેની મંજૂરી નથી અપાઈ તેવા ઈંધણથી ચાલતા ઉદ્યોગો બંધ કરાશે. જ્યાં પણ શક્ય હોય તે ઉદ્યોગો ગેસ પર શિફ્ટ કરાય. નિયમ ન માનનાર સામે કડક પગલા ભરાશે. રાજધાની દિલ્હીના 300 કિમી રેડિયસમાં આવેલા 11 થર્મલ પ્લાન્ટમાંથી 5 જ ચાલી શકશે. બાકીના થર્મલ પ્લાન્ટને 30 નવેમ્બર સુધી બંધ રખાશે.
મંગમંગળવારે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ગંભીર શ્રેણીમાં જતો રહ્યો હતો. 24 કલાકની સરેરાશ વાયુગુણવત્તા 403 નોંધાઈ હતી, જે આજે સવારે 379 નોંધાયો હતો.