Dyestuffs Manufactues Assio. of India તરફથી મુંબઈ ખાતે એક વાર્ષિક ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્યુરી ટીમ તરફથી જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાંથી SME સેક્ટરમાં હાઈએસ્ટ એક્સપોર્ટ કેટેગરીમાં યોગેશ પરીખને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોગેશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી એક્સપોર્ટ સેક્ટરમાં સક્રિય છું. આ એવોર્ડ મળતા આનંદ થયો છે.
જોકે, દર વર્ષે જુદી જુદી કેટેગરી અંતર્ગત આ એવોર્ડ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં યોગેન્દ્ર ત્રિપાઠી-સેક્રેટરી કેમિકલ એન્ડ પેટ્રો કેમિકલ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા, રજનીભાઈ શ્રોફ-યુપીઆઈ ચેરમેન અને જનક મહેતા પ્રેસિડન્ટ ડીએમએઆઈએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઉપરાંત જુદી જુદી કેટગરીમાં એવોર્ડ પણ આપેલા હતા. આ અંગે યોગેશભાઈ ઉમેર્યું હતું કે, આ માટે એક નોમિનેશન ફોર્મ ભર્યું હતું. પછી જ્યુરીએ આ માટે પંસદગી કરી હતી. એ પછી આ એવોર્ડ પ્રાપ્ત થયો.


