બોલિવૂડનો જાણીતો કોમેડી કલાકાર અને હોસ્ટ કૃષ્ણા અભિષેક ફરી એકવખત એના મામા સાથેની રીલેશનશીપને લઈને ચર્ચામાં છે. અભિનેતા કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે ચાલી રહેલો ઝઘડો જાણીતો છે. આ વાત જગજાહેર છે. બંને વચ્ચે ચાલી રહેલા ઝઘડાની ખાતરી એ સમયે થઈ જ્યારે ધ કપિલ શર્મા શૉ પર ગોવિંદા અને સુનિતા આહુજા આવવાના હતા ત્યારે તે ગાયબ થઈ ગયો હતો.
હવે સતત બંને પરિવારના નિવેદન સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે કૃષ્ણા અભિષેકનું નિવેદન સામે આવી રહ્યું છે. જે નિવેદન તેણે તેના મામા વિશે આપ્યું છે. જોકે, એમના આ નિવદેનથી ફેન્સ ચોંકી ગયા છે. ધ કપિલ શર્મા શૉના તાજેતરના એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ રાણી મુખર્જી, સૈફઅલી ખાન, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાધ જોવા મળ્યા હતા. આ શૉમાં સૈફ અને રાનીની આખી ટીમ નવી ફિલ્મ બંટી ઔર બબલી 2ના પ્રમોશન હેતું આવેલી હતી. આ શૉમાં કૃષ્ણા એક અલગ મસ્તી મજાકના મૂડમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની પત્ની કાશ્મીરા શાહ ઉપર એક જોક કરી હતી. ગોવિંદા સાથે ચાલી રહેલા ઝઘડા ઉપર પણ કટાક્ષ કર્યો હતો. આ શૉમાં કૃષ્ણા અભિષેક એવું કહે છે કે, મને આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બધી ખબર છે. મારી આખી ફેમિલી આ ઈન્ડસ્ટ્રીમાં છે. એ અલગ વાત છે કે, હું આ ફેમિલીમાં નથી.
એના આ નિવેદનથી ફેન્સ પણ ચોંકી ગયા છે. આ પહેલા પણ ગોવિંદાની પત્ની સુનિતા અને કૃષ્ણાની પત્ની કાશ્મીર વચ્ચે થયેલી આક્ષેપબાજી સામે આવી ચૂકી છે. પણ આ શૉમાં તેણે ગોવિંદા સાથેની રીલેશનશીપને લઈને જબરદસ્ત ટોન્ટ માર્યો હતો. એવું ઘણી વખત જોવા મળ્યું છે કે, જ્યારે ગોવિંદા કે સુનિતા કોઈ શૉ પર હોય ત્યારે કૃષ્ણા ત્યાં જવાનું ટાળે છે.
જોકે બોલિવૂડમાં બધાને ખબર છે કે, ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચે સંબંધોમાં ખટાશ છે. કૃષ્ણાએ ગોવિંદા પર આ ટોણો એટલા માટે માર્યો છે કારણ કે તે ગોવિંદાના પરિવારનો એક ભાગ છે, પરંતુ કેટલાક સમયથી તે તેના મામાને મળતો પણ નથી. તેઓ અલગ થઈ ગયા છે. વર્ષ 2016થી કૃષ્ણા અને ગોવિંદાના પરિવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જ્યારે ગોવિંદા અને તેની પત્ની સુનીતા કપિલ શર્માના શોમાં આવ્યા હતા, ત્યારે કૃષ્ણાએ એપિસોડનો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે રાની મુખર્જીને કહ્યું હતું કે, તેની ફિલ્મ કહી પ્યાર ના હો જાયેમાં માત્ર એક જ વસ્તુ પસંદ નથી આવી. તે કાશ્મીરા હતી.