કે મેનનની ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5 : ધ હિમ્મત સ્ટોરી’ હાલમાં જ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. નીરજ પાંડે અને શિવમ નાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સીઝનમાં ચાર એપિસોડ છે. ૨૦૨૦માં આવેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’માં કે કે મેનને હિમ્મત સિંહનું પાત્ર ભજવ્યું હતું. તે કેવી રીતે હિમ્મત સિંહ બન્યો એની સ્ટોરી આ સીઝનમાં દેખાડવામાં આવી છે.
કહેવામાં તો આ એક સીક્વલ છે, કેમ કે એને ૧.૫ નામ આપવામાં આવ્યું છે, પરંતુ છે એક પ્રીક્વલ, કારણ કે એમાં ભૂતકાળની વાત કરવામાં આવી છે. શોની શરૂઆત ૨૦૨૦માં આવેલી ‘સ્પેશ્યલ ઑપ્સ’નો એન્ડ જ્યાં થયો હતો ત્યાંથી શરૂ થાય છે, જેમાં હિમ્મત સિંહ પર ઇન્ક્વાયરી બેસે છે. એટલે કે કોરોના વાઇરસ પછીથી કરવામાં આવે છે, કારણ કે ઑફિસર્સ હાથ મિલાવ્યા બાદ એને સૅનિટાઇઝ્ડ કરતા પણ જોવા મળે છે. આ ઇન્ક્વાયરીમાં હિમ્મત સિંહ સાથે કામ કરનાર અબ્બાસ શેખને બોલાવવામાં આવે છે.
અબ્બાસ શેખનું પાત્ર વિનય પાઠકે ભજવ્યું હતું અને એ આવી રહ્યું છે. હિમ્મતની સ્ટોરી માટે તેના મિત્ર અને સાથી અબ્બાસ શેખની જુબાની લેવામાં આવે છે. નીરજ પાંડેએ આ નિર્ણય ખૂબ સમજદારીપૂર્વક લીધો હોય એવું લાગે છે, કારણ કે પોતાની સ્ટોરી માટે પોતાની જુબાની લેવી થોડું વિચિત્ર લાગે છે. પોલીસ, આર્મી, પૉલિટિક્સ અને રૉની સ્ટોરી કહેવામાં નીરજ પાંડેની મહારત છે. તે એને ઘૂંટીને પી ગયો હોય એવું લાગે છે તેમ જ અત્યારે ભારતના પૉલિટિક્સની જે હાલત છે એના પર પણ તેણે કમેન્ટ કરી છે. તે ક્યારેય કોઈ પણ સબ્જેક્ટથી દૂર નથી ભાગતો.
આ સ્ટોરી કોઈ આંતકવાદી કે કોઈ ઇન્ટરનૅશનલ મિશન પર નથી. આ સ્ટોરી પોતાના જ રૉ એજન્ટ જે રૉગ એટલે કે ગદ્દાર થઈ ગયો હોય છે એના પર છે.
નીરજ પાંડે, દીપક કિંગરાણી અને બેનઝીર અલી ફિદા દ્વારા આ સ્ટોરી લખવામાં આવી છે. સ્ટોરીમાં ઘણા પ્લૉટ એવા છે જે નૅચરલ નથી લાગતા, પરંતુ સાથે જ દરેક બાબતનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટોરીમાં દરેક પાત્રને ખૂબ સમજદારીપૂર્વક લખવામાં આવ્યાં છે અને એક પણ કામ વગરનું હોય એવું નથી. પહેલી સીઝનમાં જેટલી મારધાડ હતી એ આ સીઝનમાં નથી