Monday, July 14, 2025
HomeGujaratમાત્ર 15 મિનિટમાં ચાર્જ થઈ જશે આ નવો સ્માર્ટફોન, જાણો ફીચર્સ

માત્ર 15 મિનિટમાં ચાર્જ થઈ જશે આ નવો સ્માર્ટફોન, જાણો ફીચર્સ

ફોનની બેટરી ઝડપથી સમાપ્ત થવી એ મોબાઈલ યુઝર્સ માટે એક મોટી સમસ્યા હોય છે. ખાસ કરીને પ્રવાસ કરતા હોય ત્યારે અને ઓફિસમાં કોઈ જરૂરી કોલ સતત આવતા હોય ત્યારે બેટરીની કસોટી થાય છે. આવા સમયે જ્યારે ફોનની બેટરી લો થઈ જાય છે ત્યારે યુઝર પરેશાન થઈ જાય છે. જો આપનો વિચાર નવો ફોન લેવાનો હોય અને બેટરી પણ સારી ચાલે એવી જોઈતી હોય તો રેડમીના ફોન બેસ્ટ ઓપ્શન છે.

TÜV રેઈનલેન્ડ પ્રોફેશનલ સેફ્ટી ફાસ્ટ ચાર્જિંગ સર્ટિફિકેશન પણ પ્રાપ્ત કર્યું છે. અને તેમાં અનેક આવી બેટરીઓ છે. ઉપકરણ ફાસ્ટ ચાર્જ પ્રોટેક્શન, બિલ્ટ-ઇન સેફ્ટી આઇડેન્ટિફિકેશન ચિપ, શોર્ટ-સર્કિટ પ્રોટેક્શન, ઓવર-વોલ્ટેજ પ્રોટેક્શન, ઓવર ટેમ્પરેચર પ્રોટેક્શન વગેરેને પણ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન બે ચાર્જિંગ મોડને પણ સપોર્ટ કરે છે. જ્યારે સુપર ફાસ્ટ સ્પીડની જરૂર નથી, ત્યારે તાપમાન હંમેશા 38 ડિગ્રી સે.ની અંદર નિયંત્રિત કરવામાં આવશે. જો કે, આ મોડમાં પણ, સ્માર્ટફોન માત્ર 19 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. 120W ઝડપી ચાર્જિંગ અનુભવને સુનિશ્ચિત કરવા માટે, Redmi Note 11 Pro+ પણ 1818mm² VC લિક્વિડ-કૂલિંગ પ્લેટનો ઉપયોગ કરે છે. પ્રોસેસરને મલ્ટિલેયર ગ્રેફાઈટ, થર્મલ જેલ, કોપર ફોઈલ વગેરે દ્વારા આવરી લઈને ત્રિ-પરિમાણીય ગરમીનું વિસર્જન પ્રણાલી ઊભી થાય છે. ગેસ-લિક્વિડ ફેઝ ટ્રાન્સફોર્મેશનથી ચિપ્સ (મુખ્ય ઉષ્મા સ્ત્રોત) ને ઠંડી રાખે છે. આ ડિઝાઇન મુખ્ય તાપમાનને દસ ડિગ્રી જેટલું ઓછું કરે છે.

Redmi Note 11 Series Tipped to Launch in Global Markets With Snapdragon  Chips, New Design | Technology News

ફોનમાં 6.67-ઈંચ ફુલ HD+(1080×2400 પિક્સેલ્સ) એમોલ્ડ ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 1200 nits પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 સાથે પ્રોટેક્ટેડ છે. ફોન મીડિયા ટેક ડામેંસિટી 920 પર કામ કરે છે, જેને મેઈલ-G68 MC4 GPU સાથે જોડાવામાં આવ્યું છે. ફોનમાં 8 GB સુધીની રેમ અને 256 GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ છે. ફોન MIUI 12.5 પર આધારિત Android 11 પર કામ કરે છે. ફોનમાં 108-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જ્યારે ફોનમાં સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો સેન્સર છે. સુરક્ષા માટે, ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4500mAh બેટરી છે.

Redmi Note 11 પર બેટરીને લઈને આંખ બંધ કરીને ભરોસો કરી શકાય છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે, માત્ર 15 મિનિટ જ આ ફોનની બેટરી ફૂલ ચાર્જ થઈ જાય છે. પ્રથમ ઓફિશ્યલ સેલ બાદ Redmi Note 11 સીરિઝના અત્યાર સુધીમાં 10 લાખથી વધારે ફોન્સ વેચાઈ ચૂક્યા છે. તાજેતરમાં કંપનીએ એક વેબસાઈટ પર Redmi Note 11 PRO+ની બેટરી અંગે સ્પષ્ટતા કરી હતી. કંપનીએ કહ્યું કે, બેટરીના દ્રષ્ટિકોણથી ફોન્સ બેસ્ટ પર્ફોમ કરે છે. કંપનીએ પોતાની એક પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે, જ્યારે તમે કોઈ ફૂટબોલની મેચ જોઈ રહ્યા હોવ તો તમે એક પણ સેકન્ડ મિસ નહીં કરો. ખાસ તો બેટરીને કારણે. Redmi Note 11 PRO+નો મસ્ત ફાયદો ઊઠાવી શકાય છે.

Exclusive: Redmi Note 11T 5G Price In India To Start At Rs 16,999; Rumoured  To Launch On Nov 30

માત્ર 15 મિનિટમાં આ આખો ફોન ચાર્જ થઈ જાય છે. Redmi Note 11 PRO+ સ્માર્ટફોન Redmi Note 11 સીરિઝનું ટોપ મોડલ છે. Redmi Note 11 PRO+ અને Redmi Note 11 PRO વચ્ચે મુખ્ય તફાવત એ છે કે, Redmi Note 11 PRO+ 120Wના સુપર ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે. બેસ્ટ ચાર્જિંગ ક્ષમતા સાથે આની 4500MAHની બેટરી ફૂલ ચાર્જ થવામાં માત્ર 15 મિનિટનો સમય લે છે. આની ચાર્જિગ ક્ષમતા Redmi Note 11 PRO વર્ઝન કરતા 67w ચાર્જિંગ પાવર કરતા બમણી છે. આ સ્માર્ટફોન એક એડવાન્સ હાઈ એફિશિયન્સી વાળા ચાર્જ પંપ સાથે પ્રાપ્ય છે. ચાર્જિંગને કારણે ફોનના વધી જતા તાપમાનને યોગ્ય રીતે ઓછું કરવા માટે MTW મલ્ટિ પોલ ઈયર ડબલ સ્ટ્રિંગની બેટરી એમાં મદદરૂપ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page