Saturday, January 25, 2025
HomeGujaratરાજકોટના લોધિકા નજીક બે બાઈક વચ્ચે ટક્કર, ત્રણના મોત

રાજકોટના લોધિકા નજીક બે બાઈક વચ્ચે ટક્કર, ત્રણના મોત

દિવાળી પર્વ બાદ રાજ્યમાં ગોજારા અકસ્માતનીઘટનામાં મોટા પાયે ઉછાળો આવ્યો છે.બુધવારે રાજ્યમાં અલગ અલગ બે સ્થળે વાહન અક્સમાંતના બનાવ બન્યા હતા એક બનાવ ભીલાડ પાસે ટ્રીપલ અકસ્માત સરજ્યો હતો જેમાં ત્રણ લોકો જીવ ગુમાવ્યા હતા તો બીજો એક બનાવ રાજકોટના લોધિકા તાલુકામાં બન્યો હતો આ અંગેની મળતી માહિતી મુજબ રાજકોટના લોધિકામાં ગત મોડી રાત્રે બે બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં છે. મુંજકા ગામનો રહેવાસી હર્ષિત રામાણી બાઈક પર કાલાવડ જઈ રહ્યો હતો. તે જ સમયે જામનગરના રહેવાસી રણછોડ વાઘેલા અને તેના મામાનો દીકરો કરસન સોલંકી સામેથી બાઈક લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન બંનેના બાઈક દેવડા ગામના પાટિયા પાસે સામસામે અથડયા હતા. બંને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળ પર મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર હર્ષિત અને રણઠોડ તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા. જ્યારે કરસન બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તેમજ રણછોડ મજૂરીકામ કરતો હતો. પોલીસ તપાસમાં હર્ષિતનું બાઈક રોંગ સાઈડમાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW