દિવાળી પર્વમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રાજસ્થાન ફરવા નીકળી ગયા હતા. જોકે છેલ્લા 48 કલાકથી જે રીતે વાહન અકસ્માતના બનાવ સામે આવી રહ્યા છે. તેના કારણે લોકોના જીવ અધ્ધર થઇ ગયા છે. તાજેતરમાં એક બસ ટોલનાકા સાથે ધડાકા સાથે અથડાઈ હતી.જોકે હવે આ અક્સમાત નો ભોગ ગુજરાતી પરિવાર બન્યા છે. વડોદરાના એક પરિવારને જેસલમેરમાં અકસ્માત નડ્યો હતો.જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે તો ૬ વર્ષના બાળકનો જીવ બચી ગયો હતો.
વડોદરાથી જયદ્રથભાઈ અને તેમના પરિવારના સભ્યો પોતાની કારમાં જેસલમેર ફરવા ગયા હતા. જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી એક ટ્રોલી સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના ત્રણ લોકોના મોત થયા હતા.મરણજનારમાં જ્યદ્ર્થભાઈ (ઉ.વ.55) તેમના પત્ની આમીત્રીદેવી(ઉ.વ.52) તેમના પુત્ર નીતિન (ઉ.વ.૩૦)ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તો પુત્રવધુ શિવમકુમારીને ગંભીર ઈજા પહોચી હતી જયારે ૬ વર્ષના પૌત્ર શીવમનો આબાદ બચાવ થયો છે.
અકસ્માતમાં સત્યેન્દ્રભાઈ અને શિવમકુમારીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે 6 વર્ષના વિવાનને સામાન્ય ઇજા થઇ હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ બનાવની જાણ વડોદરા સ્થિત પરિવારને થતાં તેઓ જેસલમેર જવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ ટ્રોલીનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.