ઘણા એવા લોકો હોય છે જેને ઘણી નવી જગ્યાઓ ઉપર ફરવાનું પસંદ હોય છે. આવા લોકો સતત યાત્રા કરતા રહે છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે જેને યાત્રા દરમયાન પહેલી વખત પ્લેનમાં યાત્રા કરવાની તક મળી હોય છે. તેવામાં પહેલી વખત પ્લેનમાં યાત્રા કરતા પહેલા કેટલાક લોકો ડરી જાય છે. યાત્રા પહેલા મનમાં વિચાર આવે છે કે ટિકીટ કેવી રીતે બુક કરીશું, ફ્લાઈટમાં એન્ટ્રી કેવી રીતે કરીશ. આવી ઘણી વાતો મનમાં હોય છે જે ડર પેદા કરે છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પેલ્નમાં મુસાફરી કરવા માટે તમારે કોઈપણ ઓનલાઈન પોર્ટલ ઉપરથી ટિકીટ બુક કરાવી શકો છો. ટિકીટ જ્યારે પણ બુક કરાવો ત્યારે બેઝિક જાણકારીઓ ઉપર ધ્યાન આપો. જેવી કે તમારો મોબાઈલ નંબર અને જાણકારી એરલાઈનને ધ્યાનમાં રાખો. મોબાઈલ નંબર એ માટે સાચો લખો કે જો ફ્લાઈટમાં કોઈ ફેરફાર થાય તો તમને સુચના આપી શકાય.
યાત્રા કરતા પહેલા જ તમે આ જરૂરથી સમજી લો કે તમારી ફ્લાઈટ ક્યાં એરપોર્ટ ઉપરથી ઉડાન ભરશે. સામાન્ય રીતે એરપોર્ટ ઉપરથી કઈ કઈ ફ્લાઈટ ઉડાન ભરશે તેની જાણકારી ટિકીટ ઉપર લખેલી જ હોય છે. જો તે જાણકારી તમારી ટિકીટ ઉપર ના હોય તો તુરંત કંપનીને ફોન કરીને તે અંગેની જાણકારી મેળવી લો. કારણ કે કેટલાક મોટા શહેરોમાં બે-બે એરપોર્ટ હોય છે. તેવામાં સાચી જાણકારી નહીં હોવાથી તમે પરેશાનીમાં મુકાઈ શકો છો. ઘણી વખત યાત્રા કરતા સમયે ઉતાવળમાં દસ્તાવેજો સાથે લેવાનું ભુલાઈ જતું હોય છે. ત્યારે યાત્રા ઉપર જતા પહેલા પોતાની સાથે એર ટિકીટની હાર્ડ કોપીની સાથે સોફ્ટ કોપી એટલે કે ઈ-ટિકીટ લેવાનું ભુલશો નહીં. તેની સાથે જ તમારૂ ઓળખકાર્ડ જેમ કે આધાર અને પાન કાર્ડ અથવા પાસપોર્ટ સાથે જ રાખો.
જ્યારે પણ તમે પહેલી વખત હવાઈ મુસાફરી કરતા હો ત્યારે સૌથી જરૂરી છે સમયસર એરપોર્ટ ઉપર પહોંચવું. ઘણી વખત એવું થાય છે કે, કોઈ કારણસર આપણે એરપોર્ટ ઉપર મોડા પહોંચીએ છીએ અને ફ્લાઈટ મીસ થઈ જાય છે. તો એરપોર્ટ ઉપર લગભગ 1થી 1.5 કલાક પહેલા પહોંચો અને આંતરરાષ્ટ્રીય સ્તરની યાત્રા કરી રહ્યાં હો તો 3થી 4 કલાક પહેલા જ એરપોર્ટ ઉપર પહોંચી જાવ. પ્લેનમાં યાત્રા માટે તમને ઓનલાઈન કે ઓફલાઈન ટિકીટ બુક કરાવીને બોર્ડિંગ પાસ લેવાનો રહેશે. જેનાથી તમને પ્લેનમાં એન્ટ્રી મળે છે. પહેલા તમારે એરપોર્ટ ઉપર જઈને જે એરલાઈન્સમાં ટિકીટ બુક કરાવી હોય તેના કાઉન્ટર ઉપર ટિકીટ દેખાડીને બોર્ડિંગ પાસ લેવાનો રહેશે. અને બાદમાં તે બોર્ડિંગ પાસને દેખાડીને તમને ફ્લાઈટમાં એન્ટ્રી મળશે.
ટિકીટ બુક કરવાતા સમયે સીટનું વિકલ્પ પસંદ કરો તે એ માટે કે જો તમે પહેલી વખત પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હોઅને તમને ઉંચાઈથી ડર લાગતો હોય તો બારી પાસેની સીટની ક્યારેય પસંદગી ના કરશો. એના કરતા સાઈડ કે ગલીની સીટની પસંદગી કરજો. જો તમે ફ્લાઈટમાં પહેલી વખત મુસાફરી કરવાના હો તો ઉડાન ભરતા પહેલા તમને ફ્લાઈટના સ્ટાફ કે ક્રુ પાસેથી ફ્લાઈટ સાથે જોડાયેલા તમામ નિયમો અને સાવધાનીઓ વિશે સારી રીતે જાણી લો. જેનાથી તમને મુસાફરીમાં કોઈ પણ પ્રકારની પરેશાની થાય નહીં.