છેલ્લાં કેટલાંક મહિનાઓથી શેરબજારમાં નાના રોકાણકારોનો ઝુકાવ વધ્યો છે. મોટા ભાગે લોકો શેરબજારમાંથી ધાર્યા રૂપિયાની કમાણી કરી શકતા નથી. પરંતુ અનેક લોકો એવા છે જે શેરબજારની નસને પારખે છે, શેરબજારની દરેક ચાલ પર તેમની બાજ નજર હોય છે. આંકડાની રમત સારી રીતે જાણતા હોય છે. રાકેશ ઝુનઝૂનવાલા સિવાય પણ ઘણા લોકો છે જે માર્કેટમાં મોટી રમકથી આવક કમાઈ રહ્યા છે.
રાધાકિશન દામાણી લાઇમ લાઇટથી દુર રહે છે. પરંતું મોટા રોકાણકારોમાં તેમનું નામ પણ આવે છે. દામાણી એક સફળ રોકાણકારની સાથે એક સફળ બિઝનેસમેન પણ છે. ડી- માર્ટ રીટેલ ચેનના માલિક છે રાધાકિશન દામાણી. ભારતના રિટેલ કીંગ તરીકે જાણીતા રાધાકિશન દામાણી રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ છે. રાધાકિશન દામાણી ભારતના ટોપ 10 અમીરોની યાદીમાં સામેલ છે.
રાધાકિશન દામાણી
પુરુષોનું વર્ચસ્વ ધરાવતા ભારતીય શેરબજારમાં એક મહિલા રોકાણકારે પણ પોતાનું સ્થાન ઉભું કર્યું છે. ચેન્નાઇની દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાએ શેરબજારમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. ડોલીએ પોતાના પતિ રાજીવ ખન્ના સાથે મળીને શેરબજારમાંથી સારી એવી કમાણી કરી છે. ડોલી જાહેર જીવનથી હમેંશા દુર રહે છે. ડોલી ખન્નાના પોર્ટફોલિયોનું મેનેજમન્ટ તેમના પતિ રાજીવ ખન્ના કરે છે. ડોલીના પોર્ટફોલિયોમાં મુથુટ કેપિટલ, ટાટામેટાલિક્સ, રેન ઇન્ડસ્ટ્રીઝ, બટરફલાઇ ગાંધીમઠી એપ્લાયન્સીસ, આરએસડબ્લુએમ, શ્રીકલા હસ્તી પાઇપ્સ છે.
ડોલી ખન્ના
રાજીવ ખન્ના
રોકાણકાર કંપની મોતીલાલ ઓસવાલના મેનેજિંગ ડિરેકટર રામદેવ અગ્રવાલ શેરબજારના અનુભવી ખેલાડી છે. વર્ષ 1983માં સી.એ.નો અભ્યાસ પુરો કર્યા પછી તેમણે શેરબજારનો રસ્તો પસંદ કર્યો. તેમના પોર્ટફોલિયોમાં મહારાષ્ટ્ર સ્ટુટર્સ, ભારત વાયર રોપ્સ. મોતીલાલ ઓસવાલ ફાયનાન્શીલ સર્વિસ જેવા શેરો છે.
રામદેવ અગ્રવાલ
અનિલ ગોયલ પાસે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સમાવેશ 30 કંપનીઓના શેરો છે. તેમના પોર્ટફોલિયોમાં જેબીએમ ઓટો, શ્રી કસાહસ્તી પાઇપ્સ, તિરુમાલા કેમિકલ્સ, કોસ્મો ફિલ્મસ, દ્વારિકેશ સુગર, ઓપી ચેન્સ, વર્ધમાન હોલ્ડિંગ્સ જેવા શેરો છે. અનિલ ગોયલની કુલ નેટ વર્થ 1330.9 કરોડ રૂપિયા છે.
અનિલ ગોયલ