અરબ સાગરમાં તાજેતરમાં લો પ્રેશર સર્જાયું હતું અને તે ડીપ્રેશનમાં ફેરવાતું હોવાથી હવામાન નિષ્ણાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાઠામાં કમોસમી વરસાદની આગાહી કરી રહ્યા હતા જોકે આ અંગે હાલ હવામાન વિભાગ દ્વારા આ અંગેની શક્યતા નકારવામાં આવી છે આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ ગુજરાતમાં ક્યાય કમોસમી વરસાદ ન થવાની શક્યતા સેવાઈ રહી છે.વધુમાં જણાવ્યું હતું અરબી સમુદ્રના ડીપ્રેશન સર્જાયું છે.જેના કારણે ગુજરાતના હવામાનમાં કોઈ મોટી અસર નહી થાય હાલ તબક્કે ગુજરાતમાં ક્યાય પણ વરસાદની સંભાવના નથી.તકેદારીના ભાગરૂપે તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવાની સુચના આપી છે.જેથી ઈસ્ટ એરેબીયન સીમામાં જ્યાં સીસ્ટમ સર્જાઈ છે,ત્યાં કોઈ શીપ કે માછીમારી કરતી બોટ ન જાય હાલ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા ન હોવાનું જણાવી રહ્યા છે.
બીજી તરફ ઉતર ભારતમાં હિમ વર્ષા થઇ રહી છે અને ઉતરપૂર્વ ના ઠંડા પવન ફૂકાવવા લાગતા રાજ્યમાં ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે.રાજ્યમાં આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અરબ સાગર માં સર્જાયેલ ડીપ્રેશનના કારણે દક્ષિણ ભારતના હવામાનમાં ફેરફાર થયો છે જેના કારણે ચેન્નઈ સહિત સમગ્ર તમિલનાડુમાં ભારે વરસાદપડી રહ્યો છે અહી અગાઉ પણ થયેલા ભારે વરસાદના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે. રસ્તાઓથી લઈને ઘરમાં પાણી ભરાયેલા છે. જ્યાં જુઓં ત્યાં પાણી જ નજરે આવી રહ્યું છે. તેવામાં એક ચિંતા ઉપજાવે તેવા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે આવનારા 24 કલાકમાં વાવાઝોડું તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ પહોંચી શકે છે. IMD પ્રમાણે બંગાળની ખાડીના દક્ષિણ- પૂર્વમાં બનેલું લો પ્રેશર 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે.