દિવાળી પર્વ સમયે જ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થઈ હતી.દેશભરમાં અક્ષયના ચાહકો ફિલ્મ જોવા પહોંચ્યા હતા.ભોપાલમાં પણ સંગમ સિનેમામાં મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા આવ્યા હતા. ફિલ્મનો શો ચાલુ હતો તે દરમિયાન અક્ષય અને કેટરીનાનો એક રોમેન્ટિક સીન આવ્યો હતો.

આ સીન જોઈ એક લફંગાને કબુદ્ધિ સૂઝી અને તેને તેની આગળ બેઠેલી એક યુવતી સામે બીભત્સ ચેન ચાડા કર્યા હતા.જે બાદ યુવતીએ સેન્ડલ ઉતાર્યું ને ફેકીને માર્યું પછી તો થયો હોબાળો અને એક તરફ ફિલ્મનું ગીત ચાલતું હતું અને બીજી તરફ સિનેમામાં દર્શકોએ આ શખ્સની જ ફિલ્મ ઉતારી નાખી દર્શકોઆ આ અજાણ્યા શખ્સ પર બધાએ હાથ સાફ કર્યા અને થિયેટરમાં માર્યો લોકોનર સંતોષ ન થયો હોય તેમ થિયેટર બહાર પણ મારમારી સીન વિખી નાખ્યા હતા.જોકે ઘટના અંગે પોલીસ સુધી કોઈ મામલો સામે આવ્યો ન હતો. જોકે વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
