પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર એક્ટર દિલીપ જોશીની આ વર્ષની દિવાળી ખાસ અને યાદગાર રહી છે. દિવાળીના ખાસ દિવસે દિલીપ જોશીએ એક લક્ઝરી કાર ખરીદી છે. ઘરમાં નવી કારનું સ્વાગત કરીને દિલીપ જોશી અને તેનો પરિવાર ઘણો ખુશ છે.
દિલીપ જોશીએ બ્લેક કલરની Kia Sonet subcompact SUV કાર ખરીદી છે. આ કારની કિંમત આશરે 12.29 લાખ રૂપિયા છે. એક્ટરે દિવાળીના સ્પેશ્યલ દિવસે આ નવી લક્ઝરી કારને પોતાની ખુશીનો હિસ્સો બનાવ્યો છે. Kia Sonet subcompact SUV કારની વાત કરીએ તો તે પોતાના સેગમેન્ટની સૌથી વધારે પસંદ કરનારી કારોમાંથી એક છે. આ કારનું મોડલલ પોતાના સ્પોર્ટી ડિઝાઈન સહિત ઘણા શાનદાર ફિચર્સ માટે પણ જાણવામાં આવે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવે છે. તેના કેરેક્ટરને શોમાં ઘણું પસંદ કરવામાં આવે છે. શોમાં મુનમુન દત્તાને પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સ્ટારકાસ્ટ સિવાય શોની સિંપલ સ્ટોરીલાઈન ફેંસના હૃદયને જીતી રહી છે.
#jethalal of #tarakmehtakaultachashma with family as he buys new car this Diwali pic.twitter.com/eXu9qjoBAg
— Viral Bhayani (@viralbhayani77) November 6, 2021
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જબરજસ્ત ફેંસ ફોલોઈંગ છે. ટીઆરપી લીસ્ટમાં શો તમામને ટક્કર આપી રહ્યું છે. આ શોને દર્શકોનો અનહદ પ્રેમ મળી રહ્યો છે. આ શો ટીવીનો સૌથી હિટ અને ફેવરીટ શોમાં ગણના થઈ રહી છે. તેને ધર્મેશ મહેતા, ધીરજ પલશેતકર અને માલવ રાજદાએ ડાયરેક્ટ કર્યો છે.