નાણા મંત્રાલયે સેબીના ચેરમેન પદ માટે અરજી મંગાવી છે. સેબીના વર્તમાન પ્રમુખ અજય ત્યાગીનો પાંચ વર્ષનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીના રોજ પુર્ણ થાય છે. IAS ની 1984 બેંચના હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી ત્યાગીને 1 માર્ચ, 2017માં ત્રણ વર્ષ માટે સેબીના ચેરમેન પદે નિયુક્તિ કરાઈ હતી. બાદમાં તેને છ મહિના માટે સેવાનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. ઓગષ્ટ 2020માં ત્યાગીનો કાર્યકાળ 18 મહિના માટે વધારી દેવામાં આવ્યો હતો.
મંત્રાલયે 28 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલી સાર્વજનિક નોટીસમાં સેબીના પ્રમુખ પદ માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. આ નિયુક્તિ વધારેમાં વધારે પાંચ વર્ષ કે 65 વર્ષની ઉંમર માટે જે પહેલા હોય તેના માટે કરવામાં આવશે. નાણામંત્રાલયના આર્થિક મામલાના વિભાગોમાં સાર્વજનિક નોટીસમાં કહેવામાં આવ્યું છે કે, પાત્રતા ધરાવતા ઉમેદવારોએ નક્કી કરેલા ફોર્મેટ અને જરૂરી દસ્તાવેજોની પ્રમાણીકૃત ઝેરોક્ષની સાથે 6 ડિસેમ્બર, 2021 સુધી કે તે પહેલા પોતાની અરજી મોકલાવી શકે છે.
આ પહેલા સરકારે યુ કે સિન્હાને ત્રણ વર્ષ માટે સેવા વિસ્તાર કર્યો હતો. તે ડી.આર. મેહતા પછી સેબીના પ્રમુખ પદ સૌથી લાંબો સમય સુધી રહ્યાં હતાં. જ્યાં સુધી ત્યાગીનો સવાલ છે તો સરકારે તેની નિયુક્તિ બાબતે બ વખત અધિસુચના જાહેર કરી હતી. આ પદ માટે ઉમેદવારોનું નામ કેબિનેટ સચિવની આગેવાની વાળી નાણાકીય ક્ષેત્ર નિયામક નિયુક્તિ પસંદગી સમિતિ દ્વારા કરાશે.