રાકેશ ઝુનઝુનવાલાનો પાર્ટોફોલિયો ફોલો કરીને પણ ઘણા રોકાણકારો ભારતીય માર્કેટમાં સારો એવો નફો કમાય છે. જોકે આ માટે જરુરી છે ધીરજ, ઘણાં લોકો શેર માર્કેટ જોઈને કહેતા હોય છે કે શેર બજારની કમાણી શેરમાં જ સમાણી. પરંતુ જો ધીરજ પૂર્વક લાંબાગાળાનું આયોજન કરી એક મર્યાદા સુધી રોકાણ કરવામાં આવે તો શેર માર્કેટમાં ફાયદો થાય એને પોતાની રીતે પણ વાપરી શકાય.
જો વાત કરીએ બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની તો આ વર્ષના મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં તેમના પોર્ટફોલિયોમાં રહેલા પાંચ શેરમાંથી તેમણે રૂ.101 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષમાં એક વખત આવતાં મુહૂર્ત સત્ર દરમિયાન બજાર દમદાર રહ્યું છે. રોકાણકારો ઝૂમી ઉઠ્યા હતા. માર્કેટ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ તેમના પોર્ટફોલિયોમાં રહેલા અનેક શેર મજબૂત બનતા ગયા. તેમણે સારું એવું રિટર્ન મેળવ્યું હતું. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટોચના ગેઇનર્સ પૈકી ઈન્ડિયન હોટેલ્સ એક હતો, જે એક કલાકના ટ્રેડિંગ સેશનમાં 6% જેટલો વધ્યો હતો. ભારતીય હોટેલ્સની સાથે, ટાટા ગ્રૂપનો ઓટો જાયન્ટ શેર ટાટા મોટર્સ પણ આ દિવાળીએ તેમના પોર્ટફોલિયોમાં ચમક્યો હતો.
ટાટા મોટર્સના શેરની કિંમત આ મુહૂર્ત ટ્રેડમાં 1 ટકા જેટલી વધી હતી અને શેર 490.05 રુપિયા બંધ થયો હતો. બિગ બુલ પાસે આટો દિગ્ગજના રૂ.3.67 કરોડના શેર છે. ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાટા મોટર્સના શેરનું મૂલ્યુ મુહૂર્ત સેશન પહેલા 1738 કરોડ રુપિયા હતું જે આ વિશેષ સત્ર દરમિયાન 17.82 કરોડ રુપિયા વધીને 1800 કરોડ રુપિયા થઈ ગયું હતું. મહત્વનું છે કે ટાટા મોટર્સના શેરની કિંમત આ વર્ષે હજુ સુધીમાં 162 ટકા જેટલી વધી છે.
મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં દરમિયાન રેટિંગ અને રિસર્ચ એજન્સી ક્રિસિલના શેરની કિંમત 2 ટકા વધી હતી. રાકેશ ઝુનઝુનવાલા પાસે આ કંપનીના 39.75 ઇક્વિટી શેર છે. કાલના સત્રના અંતે તેમના પોર્ટફોલિયોમાં સ્ટોકનું મૂલ્ય 1144 કરોડ રુપિયા હતું. જે બુધવારે 1123 કરોડ કરતાં 21.72 કરોડ રુપિયા વધારે હતું.