શાહરૂખ ખાન અને સલમાન ખાનની કોઈ પણ નવી ફિલ્મ સતત ચર્ચામાં રહે છે. બંને સ્ટાર્સની આવનારા દિવસોમાં મોટા બજેટની ફિલ્મ આવી રહી છે. પણ અત્યારે સૌથી વધારે ચર્ચા કિંગખાનની ફિલ્મ ‘પઠાણ’ની થઈ રહી છે. તો બીજી તરફ સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. હવે વાવડ એવા આવ્યા છે કે બંનેની ફિલ્મ ‘પઠાણ’ અને ‘ટાઈગર 3’ રીલિઝ થાય એ પહેલા જ રૂ.200 કરોડમાં વેચાઈ ગઈ છે.
આ સલમાન ખાન અને કિંગખાનનું સ્ટારડમ છે જેમાં ફિલ્મ રીલિઝ થાય એ પહેલા જ ફિલ્મ વેચાઈ ગઈ છે. આમ થિએટર્સ સુધી પહોંચે એ પહેલા જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે જો બંનેની ફિલ્મ રીલિઝ થશે તો બોક્સ ઓફિસ પર ફરી રેકોર્ડની ચર્ચા થશે. લેટ્સ ઓટીટી ગ્લોબલે આ અંગે એક ટ્વીટ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, એમેઝોન પ્રાઈમ વીડિયોએ ‘પઠાણ’ અને ‘ટાઈગર 3’એ થિયેટ્રિકલ સ્ટ્રિમિંગ અંગેના રાઈટ્સ મેળવી લીધા છે. એમેઝોને બે મેગા બજેટની એક્શન થ્રીલર ફિલ્મ માટે યશરાજ ફિલ્મ સાથે 8 અઠવાડિયા સુધીની વીડિયો ડીલ કરી છે. આમ તેણે ફિલ્મ રીલિઝ થાય એ પહેલા જ કમાણી કરી લીધી છે.
આ અંગેની જાણકારી પણ તેણે શેર કરી છે. એટલે થિએટર્સમાં રીલિઝ થયા બાદ બંને ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકાશે. થોડ દિવસો પહેલા ‘પઠાણ’ ફિલ્મના શુટિંગ સેટ પરથી કિંગખાનની કેટલીક તસવીર વાયરલ થઈ હતી. આ ફિલ્મ માટે શાહરૂખે પોતાના લુકમાં પણ ફેરફાર કર્યા છે. આ ફિલ્મ તે દીપિકા અને જોન અબ્રાહમ સાથે જોવા મળશે. જ્યારે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ વર્ષ 2022માં રીલિઝ થશે. થોડા દિવસો પહેલા સલમાન અને કેટરિના કૈફે રશિયામાં આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ કર્યું હતું.
જોકે, આ ફિલ્મમાં ઈમરાન હાશમી પણ રોલ પ્લે કરી રહ્યો છે એવા વાવડ છે. જોકે, આર્યન ખાન ડ્રગ કેસમાં પકડાઈ જતા ‘પઠાણ’ ફિલ્મના કેટલાક શેડ્યુલ કેન્સલ કરીને શાહરૂખ ખાન મુંબઈ પોતાના ઘરે પર પરત ફર્યા હતા. જ્યારે થોડા દિવસ પહેલા જ ફિલ્મના શુટિંગ માટે ઈમરાન હાશમી વિએના પહોંચ્યો ત્યારે એનો કોવિડ ટેસ્ટ લેવાયો હતો. જેમાં તે પોઝિટિવ આવતા યુદ્ધના ધોરણે સારવાર ચાલું કરી દેવામાં આવી હતી. જોકે, વાવડ એવા પણ છે કે, ‘મર્દાની-2’માં દમદાર એક્ટિંગ કરનાર વિશાલ જેઠવા ફરી કોઈ જોરદાર ફિલ્મ લઈને આવી રહ્યો છે. જોકે, આ પ્રોજેક્ટ અંગે તેણે કોઈ ખુલાસો કર્યો નથી. પણ આ ફરી કોઈ નવી ફિલ્મ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.