કોરોના મહામારી બાદ લોકોના ધંધા રોજગાર માં મોટા પાયે અસર થઈ છે જેના કારણે લોકો બચત તરફ કરતા હતા જેના કારણે બજારમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો જોકે મોરબી શહેરની બજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન જોરદાર ચહલ પહલ વધી છે. મંગળવારે ધનતેરસની ખરીદી નીકળી હતી. મોરબીની સોની બજારમાં સવારથી ખરીદી માટે આવ્યા છે. લોકો સોનાના દાગીનાની સાથે સાથે લગડીની પણ ખરીદી કરી હતી.ઘરમાં તેમજ ધંધા વ્યવસાય પર પૂજા માટે લોકોર લક્ષ્મીજી અને ગણેશજીની ચાંદીની પ્રતિમાની પણ ખરીદી કરી હતી.વેપારીઓને મતે દાગીનાના 2000થી લઈ 60થી 70 હજાર સુધીના દાગીનાની તો કેટલાક ગ્રાહકોએ મોટા દાગીનાની પણ ખરીદી કરી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ સીવાય રૂ.1.5થી રૂ. 2 લાખના સોનાની 20 ગ્રામની બિસ્કિટની પણ ખરીદી કરી હતી. કોરોના મહામારી બાદ છેલ્લા દોઢ વર્ષથી ખરીદી પર જે બ્રેક લાગી હતી તે બ્રેક હવે ખુલી હોય તેમ આજે લોકોએ સુકન સાચવવાથી લઇ રોકાણ કરવા સુધીની પણ ખરીદી કરી હતી. મોરબી શહેરમાં એક દિવસ દરમ્યાન 100 તોલાથી વધૂના દાગીના અને 3000 ગ્રામથી વધુ સોનાની બિસ્કિટની ખરીદી થઈ હતી એક અંદાજ મુજબ મોરબીમાં આજના દિવસે કુલ રૂ.5 થી 7 કરોડથી વધુનો બિઝનસ થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

મોરબી શહેરની સોની બજારમાં લાંબા સમય બાદ ખરીદી નીકળી હતી.આ વર્ષે મોટા દાગીનાની ખરીદી ઓછી હતી પણ બુટી, ચેઇન,સાંકળા,લક્કી, બ્રેસલેટ પાયલ, મંગળસૂત્ર તેમજ વીંટીની ખરીદી વધુ થઈ હતી.મોટા સેટ કે અન્ય મોટા દાગીનાની ખરીદી ઘટી છે. જોકે ગત વર્ષ કરતા ખરીદીમાં વધારો થયો છે તેમ સોની વેપારી નટુભાઈ સોનીએ જણાવ્યું હતું.

મોરબી શહેરમાં આ ધન તેરસમાં ગ્રાહકોની સંખ્યા થોડી ઘણી વધી છે.કોરોના મહામારી પહેલાની ખરીદી કરતા ઓછી જોકે છેલ્લા દોઢ વર્ષની સરખામણી 30 ટકાનો વધારો નોંધાયો છે. દાગીનાની સાથે સાથે લગડીનું વેચાણ પણ વધ્યું છે તેમ સોની વેપારી એસોશિએસનના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ચોકસીએ જણાવ્યું હતું.