Wednesday, December 11, 2024
HomeBussinessJioનું નવું સાહસ, કારમાં બેસીને જોઈને શકશો ફિલ્મ

Jioનું નવું સાહસ, કારમાં બેસીને જોઈને શકશો ફિલ્મ

Advertisement

Reliance રીટેઈલ, એનર્જી, ટેલિકોમ બાદ મનોરંજન ક્ષેત્રે એક મોટું રોકાણ કરવા માટે જઈ રહી છે. ટેક્નોલોજી, સ્ટાઈલ તથા અદ્યતન નવીનતા સાથે Jio World Drive પ્રીમિયમ શોપિંગ મોલ તરફથી મુંબઈમાં વિશ્વકક્ષાનો દુનિયાનો પ્રથમ રૂપટોપ ઓપન એર ડ્રાઈવ અને થિએટર ખોલવા માટે જાહેરાત કરી છે. વિદેશની જેમ ભારતમાં પણ હવે ઓપન થિએટર્સ શરૂ થશે. જેને રૂફ ટોપ સિનેમા નામ આપવામાં આવ્યું છે.

જ્યારે કંપનીએ jio drive-in theatre પ્રોજેક્ટને લઈ મુંબઈ સિટી પર પ્રથમ પસંદગી ઊતારી છે. આ સંપૂર્ણ રીતે એક ઓપન થિએટર રહેશે. એટલે કે લોકો પોતાની કાર કે વ્હીકલમાં આવીને એમાં બેસીને જ ફિલ્મ જોઈ શકશે.આ દુનિયાનું પહેલું રૂફ ટોપ સિનેમા ઓપન થિએટર હશે. કોરોના વાયરસને કારણે સિનેમાજગતને લાગલે ફટકાને ધ્યાને લઈ રીલાયન્સનું આ એક મોટું સાહસ છે. એવું મનાય રહ્યું છે. જોકે, હાલમાં મુંબઈમાં ક્યાં શરૂ થશે એ અંગે સ્પષ્ટતા સામે આવી નથી. કોવિડને કારણે સિનેમા અને થિએટરને સૌથી વધારે આર્થિક ફટકો પડ્યો છે. જોકે, ધીમે ધીમે હવે થિએટર્સ ખૂલી રહ્યા છે. પણ સંક્રમણના જોખમે લોકો ત્યાં જતા ડરી રહ્યા છે. આ જોખમથી બચવા માટે ઓપન એર થિએટર્સનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે. જોકે, દુનિયાના બીજા દેશમાં આ પ્રકારના પ્રયોગ થઈ ચૂક્યા છે. પણ બિઝનેસની દ્રષ્ટિએ હજુ સુધી આમા કોઈ મોટી સફળતા પ્રાપ્ત થઈ નથી. આ નવા પ્રોજેક્ટમાં રૂફ ટોપ પર સિનેસ્ક્રિન હશે.જેથી લોકો ક્યાંય એકબીજાના સંપર્કમાં નહીં આવે. જેથી સંક્રમણ ફેલાવવાનું જોખમ નથી. આ ઉપરાંત એક અલગ ચેમ્બરમાં બેસીને પણ ફિલ્મનો આનંદ માણી શકાશે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખવામાં આવશે.

આ જ કોન્સેપ્ટ પર Jio ઓપર એર થિએટર શરૂ કરવા માગે છે. સ્ક્રિનમાંથી નીકળતા અવાજ માટે રેડિયો ફ્રિકન્વસીનો ઉપયોગ કરવામાં આવશે. અથવા એક્સટર્નલ સ્પીકરનો ઉપયોગ થશે. અહીં કાર લઈને આવ્યા બાદ 6થી 8 ફૂટના અંતરે કાર પાર્ક કરી કારમાં બેઠા બેઠા ફિલ્મ માણી શકાશે. આ માટે એક ચોક્કસ ગ્રાઉન્ડ નક્કી થયા બાદ પ્રોજેક્ટને આગળ ધપાવાશે. મેદાનમાં બેસીને પણ ફિલ્મ જોતા હશો તો પણ માસ્ક પહેરવું અહીં ફરજિયાત છે. આ ઉપરાંત સ્નેક્સ અથવા ડ્રિંક્સ પોતાની સાથે લઈને આવવાનું રહેશે. જે કોઈ વધારાની વસ્તુ સાથે હશે એનું પહેલા ચેકિંગ કરાશે પછી સેનેટાઈઝ કર્યા બાદ અંદર એન્ટ્રી મળશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,093FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW