2 નવેમ્બરના રોજ ધનતેરસની ઉજવણી કરાશે. આ દિવસે સોના અને ચાંદી ખરીદવા કે તેમાં રોકાણ કરવાને શુભ માનવામાં આવે છે. આજકાલ લોકોમાં ડિજિટલ ગોલ્ડમાં ઘણું રોકાણ કરી રહ્યાં છે. તેવામાં તમે આ ધનતેરસે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. અહીંયા અમે તમને ઘણી એવી વાત જણાવી રહ્યાં છીએ કે, જેનું ધ્યાન રાખવાથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરતા સમયે રાખવું જોઈએ.
ડિજિટલ ગોલ્ડમાં રોકાણ ઘણી બધી પ્રકારે કરી શકો છો. ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ, સોવરેન ગોલ્ડ બોન્ડ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને પેમેંટ એપના માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. તે માટે કોઈપણ પ્રકારના ગોલ્ડમાં રોકાણ કરતા પહેલા તેના વિશેની જાણકારી મેળવી લો અને જે પેઢીમાં રોકાણ કરી રહ્યાં છો તે અંગેની જાણકારી હોવી પણ એટલી જ જરૂરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જ્યારે તમે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યો છો તો આ વાત ઉપર ધ્યાન રાખો કે જે પેઢીમાં તમે પૈસા લગાવી રહ્યાં છો તે તમારી ટ્રાન્સપેરેન્સી અને રીયલ ટાઈમ અપડેટ ઉપલબ્ધ કરાવી રહી છે નહીં. કારણ કે કિંમતોમાં ફેરફાર થવા ઉપર તમને તુરંત જાણકારી નહીં મળે તો થઈ શકે છે કે તમે ફાયદો ઉઠાવી શકો નહીં.
ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કે ખરીદતા તેના ઉપર સોનાની જેમ જ 3 ટકા જીએસટી દેવાની રહે છે. તો તેને વેચતા પહેલા લાગતા ટેક્સ પણ ફિઝિકલ ગોલ્ડની જેમ જ હોય છે. જો તમે સોનું ખરીદીને ત્રણ વર્ષની અંદર વેચો છો તો તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેન માનવામાં આવે છે. તે વેચાણથી થનારા ફાયદા ઉપર તમારે ઈનકમ ટેક્સના સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે. જો સોનાને ત્રણ વર્ષ બાદ વેચો છો તો તેના ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઈન માનવામાં આવશે. તેના ઉપર તમારે 20.8 ટકા ટેક્સ દેવાનો રહેશે.
IIFL સિક્યોરીટીઝના વાઈસ પ્રેસીડન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે ભલે તમે રોકાણ માટે સોનાને પસંદ કરી રહ્યાં હો પણ તેમાં પણ સીમિત માત્રામાં જ રોકાણ કરવું જોઈએ. કુલ પોર્ટફોલીયોના માત્ર 10થી 15 ટકા જ સોનામાં રોકાણ કરવું જોઈએ. કોઈ સંકટના સમયમાં સોનામાં રોકાણ તમારા પોર્ટફોલીયોને સ્થિરતા આપી શકે છે પરંતુ લાંબા સમયના તમારા પોર્ટફોલીયોનું રિટર્ન ઓછું કરી શકો છો. અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 48 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે તો 10 વર્ષ પહેલા એટલે કે નવેમ્બર 2011ની વાત કરવામાં આવે તો સોનાનો ભાવ 27, 600 રૂપિયા ઉપર હતો. એટલે કે સોનાએ છેલ્લા 10 વર્ષમાં 80 ટકા જ રિટર્ન આપ્યું છે.