Tuesday, December 9, 2025
HomeGujaratવેક્સીનેશનની કોલર ટ્યુનમાં એક ગુજરાતીનો અવાજ છે,ઓળખો છો આને?

વેક્સીનેશનની કોલર ટ્યુનમાં એક ગુજરાતીનો અવાજ છે,ઓળખો છો આને?

કોરોના વાયરસની કોલર ટ્યુન જ્યારે પણ કાને પડે ત્યારે થોડા સમય માટે તો સૌ કોઈ અકડાઈ જાય છે. ઘણા તો એ ઝડપથી પૂરી થાય એની રાહ જોતા હોય છે. પણ 100 કરોડ વેક્સીનેશન દેશમાં થતા એક મસમટી ઉજવણી કરવામાં આવી હતી. એ સમયે તૈયાર થયેલા એક એન્થમ સોંગ જે કૈલાશ ખેરે ગાયુ છે એ પાછળ જે વ્યક્તિના શબ્દો છે એ મૂળ ગુજરાતી છે.

સૌરાષ્ટ્રાના છેવાડાના શહેર જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામના રહેવાસી પાર્થ તારપરાનો અવાજ આપણે સૌ કોઈને કોલ કરીએ ત્યારે કોલર ટ્યુન રૂપે સાંભળીએ છીએ. એ પહેલા એક મહિલાનો અવાજ બહુત જરૂરી હોને પર હી ઘરે બહાર નીકલે હતો. હવે આ ગુજરાતી યુવાને ખરા અર્થમાં સિદ્ધી પ્રાપ્ત કરી છે. લાખો દેશવાસીઓના કોલર ટ્યુનમાં આ અવાજ સાંભળવા મળે છે. આ કોલર ટ્યુન પાછળ એક ગુજરાતી યુવાનનો અવાજ છે. જેનું નામ છે પાર્થ તારપરા. જેણે આ કોલરટ્યુનમાં પોતાનો અવાજ આપ્યો છે.

કોણ છે આ ગુજ્જુ બોય?
પાર્થ તારપરા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામનો રહેવાસી છે. એન્જિનીયરિંગ કર્યા બાદ એક રેડિયો સ્ટેશનમાં કોપી રાઈટર તરીકે નોકરીની શરૂઆત કરી હતી. એ પછી એક ખાનગી રેડિયો ચેનલમાં RJ તરીકે જોડાયો હતો. અત્યારે તે એક ફિલ્મ પ્રોડક્શન કંપની વિજયગીરી ફિલ્મ સાથે કામ કરી રહ્યો છે. જેમાં ફિલ્મ સ્ક્રિપ્ટ અને ગીતકાર તરીકે કામ કરે છે. અમદાવાદના એક પ્રોડક્શન હાઉસ સાથે કામ કરતા પાર્થ મૂળ તો ડોક્યુમેન્ટ્રીની કોપી લખે છે. ક્યારેય વોઈસઓવર પણ કરી લે છે. આ જ રીતે તેણે ભારત સરકાર માટેની ડૉક્યુમેન્ટ્રીમાં પણ અવાજ આપેલો છે. આ અવાજ જે તે સમયને કેન્દ્રીય મંત્રાલયને પસંદ પડ્યો હતો. નવી કોલર ટ્યુન અંગેની જ્યારે વાત આવી ત્યારે દેશભરમાંથી અનેક વોઈસ સેમ્પલ મંગાવાયા હતા. 100 કરોડ વેક્સીનનો ટાર્ગેટ પૂરો થતા કરાયેલી એક ઉજવણીના ભાગરૂપે વેક્સીનેશન એન્થમ પણ તૈયાર કરવામાં આવ્યું. જે પછી લૉન્ચ પણ થયું. આ એન્થમ સોંગ પણ પાર્થે જ લખેલું છે. જેણે કૈલાશ ખેરે ગાયું છે.

પોતાની જર્ની અંગે વાત કરતા પાર્થ કહે છે કે, જ્યારે પણ વ્યક્તિને સફળ થવું હોય તો તેમણે પોતાનું ગમતું કામ કરવું જોઈએ. શરૂઆતમાં ભલે થોડી મુશ્કેલી પડે, તકલીફ પડે અંતે તો સફળતાએ સામેથી ચાલીને તમારી પાસે આવવું પડે છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page