ચાલું વર્ષે નાની કંપનીઓના શેરે રોકાણકારોને મોટું અને સારૂ એવું રીટર્ન આપ્યું છે. નાની કંપનીઓના શેરનું પ્રદર્શન મોટી કંપનીઓની તુલનામાં સારૂ રહ્યું છે. આ વર્ષે BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 7333.47 પોઈન્ટ એટલે 35.51 ટકા ઉછળ્યો છે. આ અંગે ટ્રેડિંગોના સ્થાપક અને માર્કેટ નિષ્ણાંત પાર્થ ન્યતિએ કહ્યું કે, મીડકેપ અને સ્મોલકેપના શેરમાં પ્રદર્શન સુધી રહ્યું છે. ટ્રેડ માર્કેટની તુલનામાં સારૂ પ્રદર્શન થવા પાછળનું બીજું કારણ નાના રોકાણકારોની મજબુત ભાગીદારી જોવા મળી રહી છે.
જેના કારણે નાના ઉદ્યોગોને પણ મોટી મદદ મળી રહી છે. જો આ વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા છ મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારો સતત વેચાણ કરી રહ્યા છે. જે મોટી કંપનીઓના શેર કરતા નાની કંપનીઓના શેરથી ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. આ પણ એક કારણ રહ્યું છે.હજુ પણ ઘણી કંપનીઓ IPO અંગે વિચાર કરી રહી છે. જોકે, આ બધા કરતા નાના રોકાણકારોને આશા કરતા મોટો ફાયદો થઈ શકે છે. નવેમ્બર મહિનાના પહેલા પંદર દિવસમાં PAYTM સહિત પાંચ કંપનીના IPO આવી રહ્યા છે.
આ IPOની મદદથી કુલ રૂ,27000 કરોડ ઊભા થાય એવી પૂરી શક્યતાઓ છે. આ દરમિયાન ત્રણ અન્ય કંપનીઓના IPO આવી રહ્યા છે. જેમાં KFC અને પિઝાહટનું સંચાલન કરતી કંપની સફાયર ફૂડ્સ, SJS એન્ટરપ્રાઈઝ અને સિંગાચી ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે.
કરોડો રૂપિયાના ટાર્ગેટ
બ્યુટી અને વેલનેસ પ્રોડક્ટના ઓનલાઈન માર્કેટપ્લેસ નાયકાનું સંચાલ કરતી કંપની FSN ઈ કોમર્સ વેન્ચર લી. અને ફિનો પેમેન્ટ બેંકના IPO શરૂ થઈ ગયા છે. નાયકાના IPOનો એક નંબર અને ફિની પેમેન્ટ બેંકના IPO તા.2 નબેમ્બરના રોજ બંધ થશે. નાયકાના IPOમાંથી રૂ. 5352 અને ફિનો પેમેન્ટ બેંકના IPOમાંથી રૂ.1200 કરોડ એકઠા થાય એવી આશા છે. કુલ મળીને આ સાત કંપનીઓના IPOમાંથી રૂ.33500 કરોડ એકઠા થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તા.29 સપ્ટેમ્બર પહેલા આદિત્ય બિરલા એએમીનો રૂ. 2778 કરોડનો IPO આવ્યો હતો. ઉલ્લેખનીય છે વર્ષ 2021માં અત્યાર સુધીમાં કુલ 41 કંપનીઓના IPOમાંથી 66915 કરોડની રકમ ઊભી થઈ છે. આ સિવાય પણ પાવરગ્રીડ કોર્પોરેશન IPOમાંથી 7735 કરોડની રોકડ તથઆ બુકફિલ્ડ ઈન્ડિયા રીયલ એસ્ટ્રેટ ટ્રસ્ટના IPOમાંથી 3800 કરોજ એકઠા થયેલા છે.