હવે ગાંધીનગરમાં યુરોપ, અમેરિકા, કેનેડા અને લંડન જેવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગાંધીનગરમાં સફળ પુરવાર થશે તો રાજ્યના અન્ય શહેરમાં પણ તે લાગુ કરવામાં આવશે. ટ્રાફિક જેસીપી અમદાવાદના અધિકારી મંયક ચાવડા કહે છે કે, ગાંધીનગરમાં આ સિસ્ટમ સફળ થઈ તો અમદાવાદમાં પણ એનો ઉપયોગ કરવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી તથા વિશ્વબેંકના સહયોગથી રૂ.14 કરોડના ખર્ચે પુશબટન ફ્લેશિંગ ક્રોસ વૉક સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ આવતા મહિને શરૂ થવાનો છે.
જેથી રાહદારીઓ પોતાની જાતે જ એક બટન દબાવીને ટ્રાફિકને અમુક સેકન્ડ સુધી રોકી શકશે. હાલમાં આ પ્રોજેક્ટ પર ટ્રાફિક વિભાગ તરફથી એક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ બટન પ્રેસ કરતા જ સિગ્નલ રેડ થઈ જશે. પછી રસ્તો ક્રોસ કરી શકાશે. જો આ પ્રોજેક્ટ ગાંધીનગરમાં સફળ થશે તો અમદાવાદમાં પણ એને લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ સેફ્ટિ કોરિડોર ડેમોન્સ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત રૂ.14 કરોડના ખર્ચે ગાંધીનગરમાં શરૂ કરાશે. રોડ વિભાગ તરફથી એક સર્વે કરીને ગાંધીનગરન ચ 0થી અમદાવાદ શહેરને જોડતા રસ્તા પર હાઈકેટ ટાવર ઊભા કરવામાં આવ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં પહેલા રસ્તાઓનો સર્વે કરીને સૌથી વધારે ટ્રાફિક હશે એવા પોઈન્ટ પર આ સિસ્ટમ લાગુ કરાશે. રાહદારીઓ ટ્રાફિક વાળા રસ્તા પર રોડ ક્રોસ કરવા માટે ટ્રાફિક સિગ્નલમાં ગ્રીન લાઈટ થાય એની રાહ જોતા હોય છે. પણ પુશબટન ફ્લેશિંગ ક્રોસ વૉક સિસ્ટમથી એક બટન પ્રેસ કરી વાહન અટકાવી શકાશે. પછી રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકશે. જોકે, રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે આ સિસ્ટમ કેટલી સફળ થશે એ અંગે કહી શકાય એમ નથી.