હવસ ભૂખ્યા પતિ અને કરિયાવર ભૂખ્યા સાસરિયાના કિસ્સા વધતા જાય છે. આવો જ એક કિસ્સો મહાનગર વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના પતિ સામે ફરિયાદ કરી છે. જેમાં પતિ દારૂ પીને બિભત્સ માગણી કરતો હતો. પત્ની સાથે મારમારી કરતો હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, પતિ પ્રકૃતિ વિરૂદ્ધી માગ કરતો હતો. આવી માગ હું કદી સંતોષી ન શકું. આ માટે હું જ્યારે ના પાડતી ત્યારે તે મારી સાથે મારમારી કરતો હતો. આ ઉપરાંત તે મને ગાળો ભાંડતો હતો.
મહાનગર વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પોતાના માતા પિતા સાથે રહેતી પરિણીતાના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ મહારાષ્ટ્રના નાસિકના શેણીત ગામમાં રહેતા સાગર ભગવાન ચવ્હાણ સાથે વર્ષ-2012માં થયા હતા. પરણિતા લગ્ન બાદ સાસરીમાં રહેવા માટે ગઇ હતી. આ પછી દંપતિએ બે દીકરાને જન્મ આપ્યો હતો. પણ એક પુત્રનું બીમારીના કારણે વર્ષ-2016માં મૃત્યુ થયું હતું. સાસરિયા લગ્ન બાદ શરૂઆતમાં સારી રીતે રાખતા હતા. એ પછી સાસરીયાએ માનસિક ત્રાસ દેવાનું ચાલું કર્યું. જ્યારે પતિએ ખોટી માગ કરવાનું ચાલું કર્યું. જ્યારે તે દારૂનો નશો કરીને આવતો ત્યારે પત્ની પાસે ખોટી માગ કરતો હતો. પતિ અને સાસુએ પોત પ્રકાશ્યું કરિયાવર પેટે જુદા જુદી માગ કરવાનું ચાલું કર્યું. લેપટોપ માટે પહેલા રૂ.40 હજાર માગ્યા. જે મહિલાએ આપી દીધા. એ પછી. ખરીદી કરવા માગ કરી, એ સમયે મહિલાએ પિતાને કહ્યું કે,જો તમે 2.50 લાખ રૂપિયા નહીં મોકલવો તો મારો પતિ મને પરત ઘરે મોકલી દેશે. દીકરીના સંસારમાં તીરાડ ન પડે એ માટે પિતાએ દીકરીને પૈસા મોકલાવી દીધા. પિતાએ રૂ.2.50 લાખ રૂપિયા મોકલી માન્યું કે દીકરીનો પરિવાર સચવાઈ જશે. પણ સ્થિતિ વિપરીત સાબિત થઈ.
મહિલાના પતિ સાગરે મકાનનું ડાઉન પેમેન્ટ ભર્યું ન હતુ. રૂ.1 લાખ બીજા ઉડાવી દીધા હતા. પત્નીએ સમજાવ્યા કે, બીજા પૈસા આ રીતે વેડફાઈ જશે તો મકાનના પૈસા કેવી રીતે ચૂક્તે કરીશું. એમ કહેતા પતિએ ઉશ્કેરાઈને લીધેલા પૈસા તેના પિતાના આપી દેવા રોફ જમાવ્યો. મહિલાએ બચેલા રૂપિયા દોઢ લાખ પિતાને પાછા આપી દીધા. એક લાખ રૂપિયા પતિએ પરત આપ્યા નહોતા. પતિ સાગર છેલ્લા 4 વર્ષથી એકલો પુનામાં રહેતો હતો અને પરિણીતાને સાથે રાખતો ન હતો. વચ્ચે પતિનું બીજે લફરૂ હોવાનું પણ સામે આવ્યું હતું. ગત તા.20ના રોજ પતિએ મહિલાને કહ્યું કે, પિયરમાં જવું હોય તો પાછી આવ ત્યારે રૂ.3 લાખ રોકડા લઈ આવજે. અન્યથા પાછી આવતી જ નહીં. અંતે મહિલાએ સાગર ભગવાન ચૌહાણ તથા પરિવાર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.